
પતિ-પત્નીએ પોતાના સંબંધોને ટકાવી રાખવા આટલું કરવુ જોઈએ…
લગ્ન સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. પરંતુ જો આપણે લગ્નને ટકાવી રાખવા માંગતા હોય તો એકબીજાને સમજવું અને સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે.
કમ્યૂનિકેશનનો અભાવ: જો પતિ-પત્નિ વચ્ચે ખૂબ ઓછી વાતચીત થતી હોય. જો તમે તમારા મનની વાત પણ નથી કરતા તો તે સામાન્ય નથી. કમ્યૂનિકેશનનો અભાવ છે.
ઈમોશનલ મૂર્ખ બનાવવું: જો તમે હંમેશા તમારા પાર્ટનરને ઈમોશનલ રીતે મૂર્ખ બનાવશો તો તે ખૂબ જ ખરાબ રીત છે. તમારા પાર્ટનરને કાબૂમાં રાખવાની આ ખરાબ રીત છે.
જો પતિ-પત્ની વચ્ચે પર્સનલ સ્પેસ ના હોય તો આવી સ્થિતિમાં સંબંધ બગડી શકે છે. જો પાર્ટનર સેટ બાઉન્ડ્રીજથી આગળ વધે છે અને પર્સનલ સ્પેસમાં પ્રવેશ કરે છે, તો પછી સમસ્યા આવી શકે છે.
તમારા પાર્ટનર સાથીની સતત ટીકા કરવી એ સારી નિશાની નથી. હંમેશા તમારા પાર્ટનરની સરખામણી બીજાના પાર્ટનર સાથે ના કરો. આવી બાબતો આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડે છે.
પાર્ટનરને સપોર્ટ કરો. કેમ કે હેલ્ધી રિલેશનશિપમાં એક બીજાને સપોર્ટ કરવું ખૂબ જરૂરી હોય છે.