1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ઝેબર, ઝાયડસ સહિત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદમાં ઝેબર, ઝાયડસ સહિત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

અમદાવાદમાં ઝેબર, ઝાયડસ સહિત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

0
Social Share
  • આઠ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈ-મેઈલ મળ્યા
  • ફાયર અને પોલીસનો કાફલો શાળાઓ પર દોડી ગયો
  • શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ

અમદાવાદઃ શહેરમાં ઝાયડસ, ઝેબર સહિત આઠ જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ, ડોગ સ્વોર્ડ સહિત કાફલો દોડી ગયો હતો. અને તમામ શાળાઓમાં જીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ શાળાઓમાં ત્વરિત રજા જાહેર કરાતા પોતાના બાળકોને લેવા માટે વાલીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. અને શાળાની બહાર વાલીઓના ટોળાં જોવા મળ્યા હતા.

અમદાવાદ શહેરમાં આજે ઝાયડસ, ઝેબર, મહારાજા અગ્રેસન, ડીએવી ઈન્ટરનેશનલ, નિર્માણ સ્કૂલ, CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ તથા કલોક અને ખોરજની એક સ્કૂલ મળી આઠ સ્કૂલોને આજે ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા, ઈ-મેઈલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવી હતી. સ્કૂલના સંચાલકોએ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યાની જાણ પોલીસ કન્ટ્રોલરૂમને કરી હતી. આથી પોલીસ, ફાયરબ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ સહિતના કાફલો દોડી ગયો હતો, દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલને રજા આપી દેવા શાળાઓને આદેશ કરતા શાળાઓએ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. તેથી વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળાઓ પર દોડી આવ્યા હતા.

શહેરમાં ઝેબર, ઝાયડસ સહિત અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. બપોરે 1:30 કલાકે બ્લાસ્ટની ધમકી અપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરની ટીમે ઝાયડસમાં તપાસ શરૂ કરી છે. બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ ખાતે પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી સાથે જ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. ફાયરની ચાર ગાડી અને ચાર રેસક્યુ વાન સ્કૂલ પર પહોંચી હતી. સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. સ્કૂલના 50 મીટર દૂરથી સ્કૂલ તરફ આવતો રસ્તો લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code