સુરત, 27 માર્ચ 2026: Three children who left home found in Madhya Pradesh માતા-પિતાએ પરીક્ષા નજીકમાં હોવાથી પોતાના બાળકને વિદ્યાભ્યાસમાં વધુ ધ્યાન આપવા માટે કહેતા તેમજ અન્ય બે બાળકોને પણ ભણતરનું વધુ ભારણ હોવાથી ભાઈબંધ એવા ત્રણેય બાળકો ઘર છોડીને જતા રહ્યા હતા, શહેરના ગોડાદરા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ત્રણ બાળકો એકાએક ગુમ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાત્રિના સમયે રમતા-રમતા આ ત્રણેય બાળકો ક્યાંક લાપતા થઈ ગયા હતા. પરિવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે ગોડાદરા પોલીસ મથકમાં અપહરણ અને ગુમ થયાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા જ પોલીસની અનેક ટીમોએ આ બાળકોની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવીના કૂટેજ જોતા ત્રણેય બાળકો છેલ્લે રેલવે સ્ટેશન પર દેખાયા હતા, એટલે દરેક રેલવે સ્ટેશન પર મેસેજ વાયરલ કર્યો હતો. દરમિયાન ત્રણેય બાળકો મધ્યપ્રદેશના કટની રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ગોડાદરા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ત્રણ બાળકો એકાએક ગુમ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાત્રિના સમયે રમતા-રમતા આ ત્રણેય બાળકો ક્યાંક લાપતા થઈ ગયા હતા. પરિવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે ગોડાદરા પોલીસ મથકમાં અપહરણ અને ગુમ થયાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા ત્રણેય બાળકો જોવા મળ્યા હતા. એટલે રેલવે પોલીસને બાળકો ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. દરમિયાન એમપીના મૂડવારા પ્લેટફોર્મ પર જ્યારે આ ત્રણેય બાળકો સુરક્ષાકર્મીઓની નજરે પડ્યા, ત્યારે સૌથી મોટા બાળકે પોતાની ઓળખ પ્રતીક પાલ તરીકે આપી હતી અને પિતાનું નામ અરુણ પાલ જણાવ્યું હતું. તેણે પોલીસને વાર્તા સંભળાવી હતી કે તેઓ ત્રણેય સગા ભાઈઓ છે અને ઉત્તર પ્રદેશના ઇટાવામાં રહેતી તેમની નાનીના ઘરે જઈ રહ્યા છે. જોકે રેલવે પોલીસને શરૂઆતમાં આ વાત સાચી લાગી, પરંતુ ત્રણેયના જવાબોમાં વિરોધાભાસ જણાતા કડક પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. સતત પૂછપરછ બાદ એક બાળકે ઘર છોડીને આવ્યા હોવાનું કીધુ હતું. અને સ્વીકાર્યું હતું કે તેઓ સગા ભાઈ નથી, પરંતુ એક જ વિસ્તારમાં રહેતા મિત્રો છે અને પોલીસથી બચવા માટે ખોટું બોલી રહ્યા હતા.
પોલીસ સમક્ષ બાળકોએ જે ખુલાસો કર્યો હતો કે, ઘરમાં સતત ભણવા માટે કરવામાં આવતું પ્રેશર અને ટોકટોકથી કંટાળીને તેઓએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, ઘરેથી નીકળતી વખતે તેમની પાસે કોઈ ચોક્કસ પ્લાન નહોતો કે તેઓ ક્યાં જશે અને કેવી રીતે રહેશે. બસ ટ્રેનમાં બેસીને કટની પહોંચી ગયા હતા. હાલમાં આ ત્રણેય બાળકોને સુરક્ષિત રીતે મધ્યપ્રદેશના કટની સ્થિત ‘આસરા બાલગૃહ’ (ઝીનઝરી) માં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ પરિવારજનો સાથે બાળકોને લેવા રવાના થઈ છે.


