1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામતારાની સાયબર ફ્રોડ કરતી ગેન્ગ સાથે સંકળાયેલા ત્રણ શખસો સુરતથી પકડાયા
જામતારાની સાયબર ફ્રોડ કરતી ગેન્ગ સાથે સંકળાયેલા ત્રણ શખસો સુરતથી પકડાયા

જામતારાની સાયબર ફ્રોડ કરતી ગેન્ગ સાથે સંકળાયેલા ત્રણ શખસો સુરતથી પકડાયા

0
Social Share

સુરત, 15 ફેબ્રુઆરી-2026: ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. સાયબર માફિયાઓ સામે પોલીસ સક્રિય છે, છતાં માત્ર વચેટિયાઓ કે બેન્ક ખાતા ભાડે આપનારા જ પકડાય છે. પણ મગરમચ્છો હાથમાં આવતા નથી. રાજ્યમાં સાયબર માફિયા સામે સુરત પોલીસ વધુ એક્ટિવ છે. ત્યારે સાયબર ક્રાઈમમાં કૂખ્યાત બનેલા જામતારાની ગેંગ સાથે સંકળાયેલા 3 શખસોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં એક સિવિલ એન્જિનિયર પણ શામેલ છે. આ ગેંગ વોટ્સએપ પર નકલી RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી લોકોના મોબાઈલ હેક કરી બેંક ખાતા સાફ કરી નાખતી હતી.

સુરત સાયબર ક્રાઈમ પોલીસે  જામતારા ગેંગ સાથે સંડોવણી ધરાવતા ત્રણ શખસોની ધરપકડ કરી છે, પોલીસે પૂછતાછ કરતા આરોપીઓ પાસેથી 227 જેટલા ક્રેડિટ કાર્ડ અને 92.53 લાખના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે. આ ટોળકી જામતારા ગેંગના કાળી કમાણીના નાણાંને 10% કમિશન લઈને સફેદ કરવાનું કૌભાંડ ચલાવતા હતા.

કેસની વિગત એવી હતી કે, ગઈ.તા 20 નવેમ્બર 2025ના રોજ ફરિયાદીના દીકરાના મિત્રના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી ‘Digital RTO E-Challan.APK’ નામની ફાઇલ આવી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરતા જ મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ હેકર્સે તે મિત્રના વોટ્સએપ ગ્રુપમાં પણ આ જ ફાઇલ મોકલી હતી. ફરિયાદીના દીકરાએ જેવી આ ફાઇલ ડાઉનલોડ કરી કે તરત જ તેનો ફોન હેક થયો અને તેના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ Rs. 5,02,562 ઉપડી ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા ફરિયાદીએ તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કર્યો હતો. ત્યારબાદ 14 ડિસેમ્બર 2025ના રોજ સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે વિધિવત ફરિયાદ નોંધાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં સૌપ્રથમ નિશીત નથવાણી (રાજકોટ) અને ગૌતમ મંડલ (જામતારા, ઝારખંડ)ની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બહાર આવ્યું કે, જામતારા બેઠેલા ઠગો સુરતમાં પોતાના એજન્ટો ધરાવે છે. આ એજન્ટો ફ્રોડના નાણાં ઠેકાણે પાડવા માટે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટના વ્યવસાયનો આશરો લેતા હતાં. લોકોના બેંક ખાતામાંથી ચોરી કરેલા નાણાં આ આરોપીઓ પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ભરવામાં વાપરતા અને તે રકમ રોકડ સ્વરૂપે અથવા CDM મશીન દ્વારા ફરી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતા હતા. પોલીસે અશ્વિન ગાંગાણીની ઓફિસમાં દરોડા પાડી 2 મોબાઈલ, 1 CPU, 2 POS મશીન અને જુદી જુદી બેંકોના 227 ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા છે. તપાસમાં ખૂલ્યું છે કે RBL બેંકના 30 ક્રેડિટ કાર્ડમાં અગાઉ 19 જેટલી સાયબર ફરિયાદો નોંધાયેલી છે, જેમાં અંદાજે Rs. 19,10,322/- નું ફ્રોડ થયેલું છે. વધુમાં, એક પેટીએમ POS મશીનમાં Rs. 92,53,663/- ના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code