1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી હાલત, ખર્ચા પણ નિકળતા નથી
ગુજરાતમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી હાલત, ખર્ચા પણ નિકળતા નથી

ગુજરાતમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી હાલત, ખર્ચા પણ નિકળતા નથી

0
Social Share

• કંડલા-ગાંધીધામમાં આંતરરાજ્ય પરિવહન કરતી 1200માંથી 600 ટ્રક વેચાઈ ગઈ
• ડીઝલ-સ્પેરપાર્ટના મોંઘા થયાં , હાઈવે પર ટોલ વધ્યા, પણ ભાડામાં એના એજ રહ્યા
• હવે વેપારીઓ પણ ટ્રક-ટ્રાન્સપોર્ટ કરતા રેલવે પરિવહનને પસંદ કરવા લાગ્યા છે

ગાંધીધામઃ ગુજરાતમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉધોગની છેલ્લા ઘણા વખતથી માઠી દશા બેઠી છે. ટ્રકના સ્પેરપાર્ટના ભાવોમાં તોતિંગ વધારો થયો છે. બિસ્માર માર્ગેને લીધે મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી રહ્યો છે. ઉપરાંત મોઘા ભાવનું ડિઝલ અને હાઈવે પર ટોલનાકાં અને ટોલટેક્સમાં થઈ રહેલો વધારો ઉપરાંત ડ્રાઈવર-ક્લિનરના પગારો સહિતના વિવિધ ખર્ચાઓ સામે એટલા ભાંડા વધ્યા નથી. એટલે ટ્રક-ટ્રાન્સપોર્ટરો ધીમે ધીમે પોતાનો ધંધો સંકેલી રહ્યા છે. કંડલા પોર્ટ તથા ઔદ્યોગિક એકમોને કારણે ગાંધીધામ એ ટ્રાન્સપોર્ટશનના હબ તરીકે જાણીતું છે. અને અહીંથી ભારતભરના રાજ્યોમાં ટ્રક અને ટેન્કરો મારફતે પરિવહન કરવામાં આવે છે, પણ અનેક એવા પરિબળોને કારણે અત્યારે ટ્રાન્સપોર્ટેશનના હબનું ટ્રાન્સપોર્ટ સેક્ટર જ સંકટમાં છે , એક સમયે આંતર રાજ્ય પરિવહન કરતા 1200 ટ્રાન્સપોર્ટરો હતા જેમાંથી 50 ટકા ટ્રાન્સપોર્ટરોએ ધંધાને અલવિદા કહી દીધી છે.

ગાંધીધામ ટ્રાન્સપોર્ટ એસોના સૂત્રોના કહેવા મુજબ ટ્રક- ટ્રાન્સપોર્ટ સેકટરમાં હાલ સૌથી મોટી સમસ્યા એ છે કે, ટ્રકોના હિસાબે લોડીંગ મળતુ નથી. લાકડા,કોલસા, સ્ક્રેપ, મીઠુ પહેલા અન્ય રાજ્યોમા જતું હતું અને ટ્રકોમાં લોડીંગ થતુ હતુ. આજે લાકડા અને સ્ક્રેપ (લોખંડ ભંગાર)માં મંદીના લીધે માત્ર 10 ટકા જ લોડિંગ થાય છે. જ્યારે મીઠામા લગભગ રેલવે મારફત 90% થી વધારે પરિવહન થાય છે જેથી કરીને ટ્રાંસપોર્ટ સેક્ટરને ધણી અસર થઈ રહી છે. કોલસાનુ લોડીંગ પણ અન્ય રાજ્યોમા પહેલા ટ્રકો મારફત થતુ હતુ એમા પણ હવે રેલ્વે મારફત થવા લાગ્યુ છે. એટલે ટ્રકો-ટ્રાન્સપોર્ટરોને ભાડાં મળતા જ નથી.

બીજીબાજુ ટ્રકોની કિંમતમાં પણ ઘણો વધારો થઇ ગયો છે, જેથી ટ્રકોના હપતા પણ ડબલ થય ગયા છે. ડ્રાઈવર, કલીનરના પગાર વધારો, વરસાદના કારણે લગભગ બે થી ચાર મહીના રોડ પણ ટુટેલા હોવાથી મેન્ટેનેસ વધી જાય છે અને ટોલટેક્ષ પણ પુરો વસુલમા આવે છે. વિમો પણ વધી ગયો છે. સરકારનો આરટીઓ ટેક્સ પણ વધી ગયો છે. એટલે તમામ ખર્ચા કાઢવા ખૂબ મુશ્કેલ છે. ખર્ચમાં જે રીતે વધારો થઈ રહ્યો છે. તે પ્રમાણે ટ્રકોના ભાડા વધતા નથી. પણ ઓફ સિઝનમા તો ટ્રકોના હપતા ભરવા પણ મુશ્કેલ થઈ જાય છે.અન્ય કારણોમા ટ્રકોના ભાડા પણ સમયસર નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code