- ગત તા. 22મીએ CMની હાજરીમાં PMએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું
 - 55 કરોડના ખર્ચે લીંબડી રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરાયુ છે
 - પ્રથમ સામાન્ય વરસાદમાં છતમાંથી ઠેર ઠેર પાણી ટપકવા લાગ્યા
 
સુરેન્દ્રનગરઃ સરકાર વિકાસના કામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ કેટલાક કામો તકલાદી હોવાને કારણે પ્રજામાં ટીકાનું પાત્ર બનતા હોય છે. તાજેતરમાં જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન પર અમૃતમ યોજના હેઠળ નવનિર્માણ કરવામાં આવ્યું છે. રૂપિયા 10 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા આ સ્ટેશનની છતમાંથી પ્રથમ સામાન્ય વરસાદમાં પાણી ટપકતા લોકો બાંધકામની ગુણવત્તા સામે સવાલ કરી રહ્યા છે.
લીંબડી રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન અંતર્ગત સમાવેશ કરી રૂ.10.55 કરોડના ખર્ચે પુન:વિકાસ કરીને આધુનિક બનાવાયું છે. જેનું લોકાર્પણ 5 દિવસ પહેલાં રાજ્યમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. ત્યારે લીંબડીના આ નવ નિર્મિત રેલવે સ્ટેશનની છતમાંથી પ્રથમ સામાન્ય વરસાદમાં પાણી ટપકવા લાગ્યા છે. આ રેલવે સ્ટેશનની કામગીરી નબળી થઇ હોવાની તંત્ર દ્વારા કરાતા નવિનીકરણના કામોની કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની પ્રથમ વરસાદે પોલ ખોલી નાંખી હતી. રવિવારે મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદમાં લીંબડી રેલવે સ્ટેશનની છતમાંથી પાણી પડવા લાગ્યું હતું. આમ પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ સર્જાયો હતો. રૂ. 10.55 કરોડના ખર્ચે રિનોવેટ થયેલા રેલવે સ્ટેશનની નબળી કામગીરી સામે આવતા કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની તપાસ કરાવવા લોકમાગ ઊઠી રહી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

