અમદાવાદ, 20 માર્ચ 2026: Traffic diverted due to demolition work on Hatkeshwar Bridge શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. મુખ્ય રોડ પરના બે સ્પાન તોડવાને લઈને ધીમી ગતિએ ચાલતી કામગીરી મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયા બાદ હાટકેશ્વર બ્રિજના બંને બાકી રહેલા છેલ્લા સ્પાન તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેના લીધે કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે. હવે બ્રિજના છેલ્લા બે સ્પાનને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેના લીધે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં આગામી તા. 4 એપ્રિલ, 2026 સુધી અથવા તો બ્રિજ ડિમોલિશનની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી દિવસ અને રાત્રિ દરમિયાન ગુરુજી બ્રિજથી અમરાઈવાડી અને અમરાઈવાડીથી ગુરુજી બ્રિજ તરફ જવા વાહનચાલકોએ અન્ય વૈકલ્પિક રસ્તાનો અવરજવર કરવા માટે ઉપયોગ કરવાનો રહેશે. હાટકેશ્વર બ્રિજના ડિમોલિશનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. બ્રિજના બંને છેડેથી વચ્ચેના ભાગ સુધી ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે પરંતુ, બેસ પાન તોડવા માટે ખૂબ જ ટ્રાફિક હોવાના કારણે તેને બંધ કરવાની જરૂરિયાત હોવાથી તેમજ આસપાસના વિસ્તારોમાં કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને બ્રિજ તોડવામાં આવી રહ્યો છે. ડિમોલિશનની કામગીરી સરળતાથી હાથ ધરી શકાય તેમજ કોઈ દુર્ઘટના ન સર્જાય અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં જે વાહનચાલકો મણીનગરના ગુરૂજી બ્રિજ તરફથી આવતા હાટકેશ્વર બ્રિજના એક ઓબ્લીગેટરી (મુખ્ય)સ્પાનની પાસેના કે.સી ટી સ્ટોલ બાજુના સ્પાન નીચેથી પસાર થઈ અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા તરફ જવાનુ રહેશે. જ્યારે અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા તરફથી આવતા ટ્રાફિકે બ્રિજના ઓબ્લીગેટરી (મુખ્ય)સ્પાનની પાસેના બાજુના ભાગમાં તોડવામાં આવેલા સ્પાનની ખુલ્લી જગ્યા પાસેથી પસાર થઈ ગુરૂજી બ્રિજ તરફ જવાનુ રહેશે. ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે હાટકેશ્વર ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસના જવાનો સતત હાજર રાખવા પડે એવી સ્થિતિ છે.


