1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોળકામાં રોડ પર દબાણો અને આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિક સમસ્યા બની વિકટ
ધોળકામાં રોડ પર દબાણો અને આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિક સમસ્યા બની વિકટ

ધોળકામાં રોડ પર દબાણો અને આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિક સમસ્યા બની વિકટ

0
Social Share

ધોળકા, 3 એપ્રિલ 2026: Traffic problems શહેરમાં મુખ્ય બજાર સહિત અન્ય રોડ પર દબાણો અને આડેધડ વોહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. દુકાનદારો દ્વારા હોર્ડિંગ્સ અને ટેબલો મુકીને રોડ પર દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમજ બન્ને સાઈડ દુકાનો બહાર વાહનોને આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. જેના લીધે રોડ સાંકડો બનતા ટ્રાફિકજામના દ્રશ્યો હવે રોજિંદા બની ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હજારો લોકો અને એસટી બસોને ટ્રાફિકમાં અટવાતા રોષ જોવા મળી રહ્યો છે.

ધોળકા શહેરમાં મુખ્ય રોડ પર  ટ્રાફિક અને દબાણની ગંભીર સમસ્યા જોવા મળે છે. શહેરના મુખ્ય બજારોમાં વેપારીઓ દુકાનોની બહાર ટેબલો અને ચીજવસ્તુઓ ગોઠવી અડધા રસ્તા સુધી દબાણ કરતા હોય છે, જેના કારણે રાહદારીઓને ચાલવાની પણ જગ્યા મળતી નથી. ખાસ કરીને જૂના બસ સ્ટેન્ડથી મલાવ રોડ સુધીનો વિસ્તાર ટ્રાફિક પોઈન્ટ બની ગયો છે.

શહેરના  મલાવ રોડ પર આવેલી જાણીતી ખાણીપીણીની દુકાનો પાસે ગ્રાહકો પોતાના વાહનો રસ્તા પર જ પાર્ક કરી દેતા હોવાથી અહીંથી પસાર થતી એસટી બસો કલાકો સુધી અટવાયેલી રહે છે. કટોકટીના સમયે એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ નીકળવું મુશ્કેલ બને છે. સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકા અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી દબાણો દૂર કરે અને આડેધડ પાર્કિંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code