1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના દાણીલીંબડામાં બાઈક સહિત લાખોની થયેલી ચોરી કેસમાં બે આરોપી પકડાયા
અમદાવાદના દાણીલીંબડામાં બાઈક સહિત લાખોની થયેલી ચોરી કેસમાં બે આરોપી પકડાયા

અમદાવાદના દાણીલીંબડામાં બાઈક સહિત લાખોની થયેલી ચોરી કેસમાં બે આરોપી પકડાયા

0
Social Share

  અમદાવાદ, 10 એપ્રિલ 2026: Two accused arrested in theft case  શહેરના દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરાયેલું બાઈક અને રોકડ રકમ સહિત કુલ 2.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી હતી કે, શહેરના દાણીલીંબડા વિસ્તારમાં ગઈ તા. સાતમી એપ્રિલના રોજ રાત્રિના સમયે અજાણ્યા શખસો બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઈકની ડેકીમાં ફરિયાદીનું પર્સ હતું, જેમાં લાખોની રોકડ રકમ રાખેલી હતી. આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનારા શખસો રિવરફ્રન્ટ વિસ્તારમાં ફરી રહ્યા છે. જેના આધારે નવમી એપ્રિલના રોજ સાંજે દાણીલીમડામાં આંબેડકર બ્રિજ પાસે આવેલા ધોબીઘાટ નજીકથી બે શખસોને દબોચી લેવાયા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ 29 વર્ષીય જાવેદ ઉર્ફે જાવલા ઉર્ફે રાજા ઐયુબભાઈ ઘોરી અને 24 વર્ષીય અરબાઝ ઉર્ફે દાંતલા ઉર્ફે સોનુ ઇસ્માઇલભાઇ શેખ તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલું એક્ટિવા, 2,05,450 રૂપિયા રોકડા, પર્સ, ચશ્મા અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,50,450નો મુદ્દામાલ રિકવર કરી તેમને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.  ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે અને વધુ તપાસ અર્થે તેમને દાણીલીમડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ બંને આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code