1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, બેના મોત
કચ્છમાં ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, બેના મોત

કચ્છમાં ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, બેના મોત

0
Social Share
  • વાહનો એકબીજા સાથે અથડાયા બાદ આગ લાગતા એક વર્ષના બાળક દાઝી જતા મોત
  • ચારેય વાહનોના અકસ્માત બાદ બ્લાસ્ટ થયો હતો
  • દંપત્તીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત મોડી રાતે ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લીધે ચારેય વાહનોમાં આગ લાગી હતી. ભીષણ આગમાં એક વર્ષના માસૂમ બાળક અને એક ટ્રેલર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કચ્છના ભચાઉ હાઈવે પર ગત રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેસરી ગઢ રિસોર્ટ સામે ચાર વાહનો એકબીજા સાથે અથડાતા લાગેલી ભીષણ આગમાં એક વર્ષના માસૂમ બાળક અને એક ટ્રેલર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  ભચાઉ નજીક આવેલા કેસરી ગઢ રિસોર્ટ સામે રાત્રે 12 વાગ્યાના અરસામાં કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ધકાડાભેર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. એમાં કારમાં સવાર એક વર્ષનું બાળક બળીને ભડથું થઇ ગયું છે, જ્યારે પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી છે. કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો એ દરમિયાન પાછળથી આવતાં બે ટ્રેલર પણ આ અકસ્માત ગ્રસ્ત વાહનો સાથે અથડાયાં હતાં, જેમાં એક ટ્રેલરચાલકનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતાં 108, પોલીસકાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે 108 દ્વારા ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડ્યું છે, જ્યાં હજી દંપતીને બાળકના મોત અંગે જાણ નથી. જ્યારે પોલીસે મૃતકોને પી.એમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

ભચાઉ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ લગભગ 12.30 વાગ્યાના અરસામાં ઇમર્જન્સી કોલ મળતાં ઘટનાસ્થળે ટીમ સાથે દોડી ગઈ હતી, જ્યાં આઇસર ટેમ્પો અને કારમાં આગ લાગી હતી. પ્રથમ કારમાં સવાર લોકોને આસપાસના વાહનચાલકો બહાર ખસેડતા હતા એમાં મદદરૂપ થયા હતા અને સમાંતર આગ બુઝાવાની કામગીરી શરૂ કરી હતી. કુલ ચાર વાહન ટકરાયેલાં જોવા મળ્યાં હતાં, જોકે કારમાં સવાર બાળકને બચાવી ન શકાયું. બાળકનાં માતા-પિતાને ગંભીર હાલતમાં પ્રથમ ભચાઉની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે એમ્બ્યુઅલ્સ મારફત ભુજ લઈ જવામાં આવ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code