1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક ત્રિપલ અકસ્માતમાં બેના મોત
અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક ત્રિપલ અકસ્માતમાં બેના મોત

અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક ત્રિપલ અકસ્માતમાં બેના મોત

0
Social Share

વડોદરા, 7 એપ્રિલ 2026: Two killed in triple accident  રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક સર્જાયો હતો. હાઈવે પર છાણીના GSFC બ્રિજ પાસે ઓવર સ્પીડે જતા ટેન્કરે રિક્ષા, આઇસર અને એક્ટિવાને અડફેટે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષામાં સવાર બે લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના છાણી નજીક GSFC બ્રિજ પાસે હાઇવે પર સોમવારે સાંજના સમયે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક ટેન્કર ચાલક ઓવર સ્પીડમાં હાઇવે પર વાહન હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે પહેલા આગળ જતી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, રિક્ષા એકબાજુ ફંગોળાઈ ગઈ હતી. ત્યારબાદ બેકાબૂ બનેલું ટેન્કર આગળ ચાલી રહેલા આઇસર ટ્રક અને એક્ટિવા સાથે પણ ધડાકાભેર અથડાયું હતું.  આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર મુકેશ પરમાર અને ભાઈલાલભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાએ આસપાસના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય કેટલાક લોકોને પણ ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્મતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગી જતાં અનેક વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિકને સુચારૂ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે બંને મૃતદેહોને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. છાણી પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code