સુરત, 9 જાન્યુઆરી 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સુમન હાઈસ્કુલની બે વિદ્યાર્થિનીઓ સિલેક્ટ થતા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે દૂબઈ પહોંચી છે. સુરતની સુમન મ્યુનિ. શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, ડ્રોન, 3-D પ્રિન્ટીંગ અને AR-VR ટેકનોલોજી સહિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આથી થોડા દિવસો પહેલાં અમદાવાદમાં યોજાયેલી WSRO 2025માં સુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ઉલ્લેખનીય સફળતા મળી હતી. જેમાં સિદ્ધિ મેળવી ચૂકેલી બે વિદ્યાર્થિનીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ દૂબઈ પહોંચી છે. આ વિદ્યાર્થિઓના પરિવાર માટે જ નહી પરંતુ સુમન સ્કુલ અને પાલિકા માટે પણ મહત્વની સિદ્ધિ બની રહેશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સુમન સ્કૂલમાં વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજીનું જ્ઞાન મળે તે માટે મ્યુનિ. દ્વારા સુમન સ્કૂલમાં પણ ખાનગી શાળાની જેમ એઆઈ ટેકનોલોજી બેઝ નોલેજ પીરસવામાં આવી રહ્યું છે. મ્યુનિની શાળામાં આ પ્રકારના શિક્ષણ બાદ અમદાવાદ ખાતે WSRO સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં સુરત મ્યુનિની સુમન શાળાની 106 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 12 ટીમના 34 વિદ્યાર્થીઓ એ પુરસ્કાર જીતીને રાષ્ટ્રીય સ્પર્ધા માટે પ્રવેશ મેળવ્યો હતો. હવે સુરત મ્યુનિ. દ્વારા અપાતા AI શિક્ષણનું પરિણામ એવું આવ્યું છે કે મ્યુનિ શાળાની બે વિદ્યાર્થિનીઓ સ્પર્ધામાં ભાગ લેવા દૂબઈ પહોંચી છે. જેમાં બમરોલી ભીડભંજન સોસાયટીની શાળા ક્રમાંક 14માં ધોરણ 10માં અભ્યાસ કરતી તન્નુ પ્રમોદ સહાની અને સ્નેહાજી રાજકુમાર સિંઘની પસંદગી થઈ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી સ્પર્ધા દુબઈ ખાતે થશે
સુરત મ્યુનિના પાંડેસરાના બમરોલીની સુમન સ્કૂલની ધોરણ 10ની સામાન્ય પરિવારની બે વિદ્યાર્થિનીઓ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી થઈ છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ બે દીકરીઓ પાસે પાસપોર્ટ ન હતો અને પાસપોર્ટ માટેના પુરાવામાં કેટલીક ઉણપ હતી. પરંતુ શાળા અને ટ્રેનરે આ વિદ્યાર્થીનીનો પાસપોર્ટ ઝડપથી નિકળે તે માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.


