1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના પલસાણા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા બે મહિલાનાં મોત
સુરતના પલસાણા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા બે મહિલાનાં મોત

સુરતના પલસાણા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા બે મહિલાનાં મોત

0
Social Share

સુરત,13 ફેબ્રુઆરી 2026:  શહેરના પલસાણા નજીક નેશનલ હાઈવે પર આજે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. નેશનલ હાઈવે 48 પર રિક્ષાને ટક્કર મારીને અજાણ્યો વાહનચાલક ફરાર થયો હતો. જેમાં રિક્ષામાં સવાર બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે બે લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

 આ બનાવની વિગત એવી છે કે, સુરતના  પલસાણાના બલેશ્વર પાટિયા નજીક હાઈવે પર આજે સવારે આઠ વાગ્યાની આસપાસ અજાણ્યા વાહનચાલકે  રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાહન સાથે વાહનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં રિક્ષા ઊંધી વળી ગઈ હતી. એટલું જ નહીં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. રિક્ષામાં પ્રવાસ કરી રહેલી બે મહિલાના  ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અને.બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે હાઈવે પર  ટ્રાફિક પણ ક્લિયર કરાવ્યો હતો.

અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા અને અન્ય પુરાવાના આધારે ફરાર વાહનચાલકની શોધખોળ આદરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code