1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડીસા નજીક પૂરઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના મોત
ડીસા નજીક પૂરઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના મોત

ડીસા નજીક પૂરઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના મોત

0
Social Share
  • ડીસાના ગલાલપુરા-આખોલ રોડ પર અકસ્માત સર્જાયો
  • અકસ્માત બાદ કારચાલક કાર મુકીને નાસી ગયો
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

ડીસાઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડીસા નજીક ગલાલપુરા રોડ પર સર્જાયો હતો. ગલાલપુરા-આખોલ રોડ પર રાતના સમયે પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા  બાઈકસવાર બે યુવકોના મોત થયા હતા. બંને મિત્રો બાઈક લઈને આખોલથી ગલાલપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ ઉપર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, લાખણી તાલુકાના લવાણા ગામના દશરથભાઈ મોતીભાઈ માજીરાણા અને દાહોદ જિલ્લાના ખરેડી ગામના અલ્પેશભાઈ હિંમતભાઈ બેનીવાલ બંને ડીસા તાલુકાના ગલાલપુરા ગામમાં આવેલી સિમેન્ટના થાંભલા બનાવવાની ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા. બન્ને યુવાનો રાત્રે 10 વાગ્યે બાઇક નંબર જીજે-08-એએચ-6397 લઈને આખોલથી ગલાલપુરા જઈ રહ્યા હતા.ત્યારે આખોલ મોટી ગામે સંઘવી પેટ્રોલ પંપની સામે રોડ પર આખોલ તરફથી આવતી કાર નંબર જીજે-01-એચવી-0906 ના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઈકસવાર બન્ને યુવાનો રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ કાર સ્થળ પર મૂકી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં અલ્પેશભાઈનું મોત નિપજ્યું હતું, જ્યારે દશરથભાઈનું સવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે ભુદરભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અકસ્માતમાં બાઇકને ટક્કર માર્યા પછી કારના બોનટ સહિત એન્જિનનો ભાગ દબાઇ ગયો હતો.બાઈકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પોલીસ કહેવા મુજબ, બાઇકને ટક્કર મારનારો કાર ચાલક 100 ઉપરની ઝડપથી પસાર થઇ રહ્યો હશે. જેના કારણે બાઇકને ટક્કર માર્યા પછી કારના બોનટ સહિત એન્જિનનો ભાગ દબાઇ ગયેલો જણાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code