1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. UCC એ બંધારણીય વચન છે, તે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથી: ડૉ. વિક્રમભાઈ દેસાઈ
UCC એ બંધારણીય વચન છે, તે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથી:  ડૉ. વિક્રમભાઈ દેસાઈ

UCC એ બંધારણીય વચન છે, તે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથી: ડૉ. વિક્રમભાઈ દેસાઈ

0
Social Share

સીમા જાગરણ મંચ, કર્ણાવતી દ્વારા  “સમાન નાગરિક ધારો શા માટે?  Why Uniform Civil Code” વિષય પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં “યુનિફોર્મ સિવિલ કોડ” તેના મહત્વ અને ભારતના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં સામાજિક અને ન્યાયિક એકતા માટે તેની આવશ્યકતા પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ જામનગરના ધારાસભ્ય માનનીય શ્રીમતી રીવાબા જાડેજાએ આ અવસરે જણાવ્યું હતું કે સમાજમાં લોકોને સમાન જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે તેનું રક્ષણ આપણા બંધારણ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પણ જુદા જુદા ધર્મ પ્રમાણે પણ અમુક કાનૂન ચાલી રહ્યા છે ત્યારે સૌને સમાન હક મળી રહે તે માટે UCC ખૂબ જ જરૂરી છે.

સીમા જાગરણ મંચ રાષ્ટ્રીય આંતરિક સુરક્ષા માટે પરોક્ષ રીતે બળ પૂરું પાડી રહ્યું છે. UCCથી દરેક નાગરિકને સમાન જીવન જીવવાની તકો મળશે જેને આપણે સૌએ વધાવવું જોઈએ અને લોકો સુધી લઇ જવું જોઈએ. UCC મહિલાઓના હકો છીનવવા માટે નહિ પણ મહિલાઓને હકો અપાવવા માટે છે. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. વિક્રમભાઈ દેસાઈએ પોતાના પ્રવચનમાં સમાન નાગરિક ધારાના તમામ પાસાઓ ઉપર વિસ્તારથી વાત કરી હતી તેમણે UCC એક બંધારણીય વચન છે. આર્ટીકલ-44 મુંશી થી મોદી સુધી જોડાયેલ છે. UCCનો મુસદ્દો તૈયાર કરનાર કનૈયાલાલ ગુજરાતી હતા અને UCCનો અમલ કરાવનાર મોદીજી પણ ગુજરાતી છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

આ કાનૂનનો સૌથી વધુ પ્રભાવ મહિલાઓના જીવન પર પડશે, મહિલાઓનું શોષણ થતું અટકશે, મહિલાઓને છૂટાછેડા જેવી સ્થિતિમાં પતિની સંપતિમાં હક મળશે, સ્ત્રીઓની લગ્ન કરવાની ઉમર સમગ્ર દેશમાં અને તમામ ધર્મોમો એક સમાન બનશે આટલા ક્રાંતિકારી પરીવર્તનો આ કાનૂનથી આવશે. આ સાથે તેમને વિવિધ ધર્મોના પર્સનલ લો અને તેની મર્યાદાઓ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. દેશના ન્યાયિતંત્રના કાર્ય ભારણમાં ઘટાડો થશે. લીવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે નોધણી ફરજીયાત બનશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોની જવાબદારી સુનિશ્ચિત થશે અને તેમને તેમના હકો આસાનીથી મળી રહેશે. UCC કાનૂન બંધારણીય છે જે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથી.

સીમા જાગરણ મંચના રાષ્ટ્રીય સંયોજક માનનીય મુરલીધરજીએ પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે ભારતીય માનવ સમાજની ગંદગી અને પીડા દૂર કરવા તેમજ સામાજિક સ્વચ્છતા માટે UCC ખુબ જ જરૂરી છે. UCCના અમલથી ન્યાયપ્રક્રિયા સરળ અને સટીક બનશે, સમાજને અનુશાસિત બનાવવામાં પણ UCC મહત્વની ભૂમિકા ભજવશે, સમાજને સ્વસ્થ, રાષ્ટ્રને એકાત્મકતા અને સામાજિક પ્રગતિમાં પણ UCC મહત્વનો ભાગ ભજવે છે.

સીમા જાગરણ મંચના અધ્યક્ષશ્રી ડૉ. જયંતીભાઈ ભાડેશીયાએ પણ પ્રસંગોપાત ઉદ્દબોધન કર્યું હતું અને સમાજના મોટા વર્ગ સુધી વિષયને લઇ જવા આવાહન કર્યું હતું. કાર્યક્રમમાં સંગઠનના સંયોજક જીવણભાઈ આહિર, પ્રાંત તથા મહાનગર કાર્યકારીણીના સદસ્યો, શિક્ષકો, ડોક્ટરો, વકીલો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે મહાનગરના મંત્રી ડૉ. દિલીપસિંહ સોઢાએ સૌનો આભાર માન્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code