અમદાવાદ, 19 માર્ચ 2026: UNESCO team inspects heritage sites યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઇકોમોસ)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ અમદાવાદની ત્રણ દિવસની મુલાકાતે આવ્યુ છે. આજે યુનેસ્કોની ટીમે શહેરના કોટ વિસ્તારમાં ભદ્રના કિલ્લા સહિત હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી. અને હેરીટેજ સ્થળો આસપાસ નિરીક્ષણ કર્યુ હતું.
યુનેસ્કોના પ્રતિનિધિ મંડળે આજે શહેરના દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન, કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને ભદ્ર કિલ્લા સહિતના હેરિટેજ સ્થળો પર ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. યુનેસ્કોની ટીમ સાથે એએમસીના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળે હેરિટેજ સ્થળોની આસપાસ કોઈ બાંધકામ કરવામાં આવે છે ત્યારે હેરિટેજ વેલ્યુને કોઈ અસર નથી થતી તેનું નિરીક્ષણ કરવા માટે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે કે હેરિટેજ વેલ્યુ પર બાંધકામને લઈને શું અસર થઈ શકે છે અને શું અસર થશે તે અંગે માહિતી મેળવી હતી.
યુનેસ્કોના પ્રતિનિધિ મંડળ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે અને આ સમગ્ર બે દિવસ દરમિયાન તેમણે શું નિરીક્ષણ કર્યું તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેરિટેજના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે. પ્રતિનિધિ મંડળ દ્વારા જમાલપુર દાણાપીઠ ખાતે ફાયર સ્ટેશન અને પાર્કિંગ, કાલુપુર રેલવે સ્ટેશન, ભદ્ર કિલ્લાની મુલાકાત લીધી હતી. બપોર બાદ દાણાપીઠ ખાતે સરદાર પટેલ ભવનમાં નવા બની રહેલા હેરિટેજ બિલ્ડીંગ સહિતની મુલાકાત લેશે.
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તારમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે. ત્યારે હેરિટેજ સ્થળોની આસપાસ કેટલાક ડેવલોપમેન્ટના કામ ચાલી રહ્યા છે, જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ કાલુપુર રેલવે સ્ટેશનનો છે. ઐતિહાસિક ઝુલતા મિનારા સહિત અલગ અલગ મસ્જિદો કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ આવેલી છે. ત્યારે તેને કોઈ અસર થાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. દાણાપીઠ ફાયર સ્ટેશન ઐતિહાસિક જુમ્મા મસ્જિદની નજીક બની રહ્યું છે ત્યારે તેની ઊંચાઈથી લઈ અને કેવું દેખાય છે તે અંગે તેમણે માહિતી મેળવી હતી.


