
અમેરિકા ભારત ઉપર 25 ટકા ટેરિફ લગાવશે, ટ્રમ્પે કરી જાહેરાત
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. હવે અમેરિકા ભારતથી આપાત ઉપર 25 ટકા ટેરિફ લગાવશે. આની જાહેરાત એલાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કરી છે. ટ્રમ્પએ જણાવ્યું હતું કે, એક ઓગસ્ટથી ભારતને 25 ટકા ટેરિફ ચુકવવો પડશે. ટ્રમ્પએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારત અમારુ મિત્ર છે પરંતુ અમે ભારત સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં અપેક્ષાકૃત ઓછો વેપાર કર્યો છે કેમ કે તેમનું ટેરિફ ઉંચુ છે, દુનિયામાં સૌથી વધારે છે.
ટ્રમ્પએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત વધારે હથિયાર અને અન્ય સૈન્ય ઉપકરણ રશિયા પાસેથી ખરીદે છે. ચીનની સાથે ભારત પણ રશિયા પાસેથી તેલ ખરીદનાર મોટો દેશ છે. ટ્રમ્પે આગળ લખ્યું છે કે, ભારતે 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને દંડ પણ આપવો પડશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ એક પોસ્ટમાં ભારતને દોસ્ત બતાવવાની સાથે ભારતીય વ્યાપાર નીતિઓને વધારે ટેક્સ લગાવનાર અને દુનિયામાં સૌથી વધારે પરેશાન કરનાર પણ બચાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત ટેક્સની દુનિયામાં સૌથી ઉંચે છે અને આ દેશ ગેર-આર્થિક વ્યાપાર સમસ્યાઓને બધારે અઘરુ બનાવી દે છે.
ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, ભારત અને ચીન રશિયાને યુદ્ધમાં ફંડ કરી રહ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે, 20મી જાન્યુઆરીએ ફરીથી શપથ લેશે તો 24 કલાકની અંદર યુદ્ધ ખતમ કરી દેશે. ભારત અને ચીન રશિયા પાસેથી સૌથી વધારે ઉર્જા અને સૈન્ય ઉપકરણ ખરીદે છે. જેનાથી યુક્રેનમાં હિંસા રોકવાના વૈશ્વિક પ્રયાસો પ્રભાવિત થઈ રહ્યાં છે.
ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદીને લઈને ટ્રમ્પની ટીકાનો ભારત સરકારે અગાઉ જવાબ આપ્યો હતોકે, આ નિર્ણય દેશની ઉર્જા જરૂરિયાતો અને બજેટ સીમાઓને દેખીને લેવામાં આવે છે. વિદેશ મંત્રી એસ.જયશંકરએ અનેકવાર કહ્યું છેકે, ભારતની તેલ આયાત રાજકીય રણનીતિ નથી, પરંતુ બજારની માંગ ઉપર આધારિત છે.