1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોળકા તાલુકાના કોંઠ ગામે પાણી ભરાતા ગ્રામજનોએ પંચાયતને કરી તાળાબંધી
ધોળકા તાલુકાના કોંઠ ગામે પાણી ભરાતા ગ્રામજનોએ પંચાયતને કરી તાળાબંધી

ધોળકા તાલુકાના કોંઠ ગામે પાણી ભરાતા ગ્રામજનોએ પંચાયતને કરી તાળાબંધી

0
Social Share
  • વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં ઉકેલાતી નથી,
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પાણી ભરાતા દર્દીઓને હાલાકી,
  • સરપંચ અને તલાટી ગ્રા.પં.માં નિયમિત નહીં આવતા હોવાની ફરિયાદ

ધોળકાઃ તાલુકાના કોઠ ગામમાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. ગામના રસ્તાઓ પર સતત ભરાઈ રહેતા વરસાદી પાણી અને કીચડને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય છે. આ ઉપરાંત ગામના અનેક પ્રશ્નો છે. ગ્રામજનો રજુઆત માટે ગ્રામ પંચાયત કચેરી જાય ત્યારે તલાટી કે સરપંચ મળતા નતી. આથી ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરી જઈને તાળાબંધી કરી હતી.

ધોળકા તાલુકાના કોંઠ ગામમાં સ્થાનિક તંત્રના અણઘડ વહીવટથી પરિસ્થિતિ વકરી છે. ગામમાં વરસાદી પાણી ભરાવવાના લીધે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બીજી તરફ આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરી હતી.

ધોળકા તાલુકાના કોઠ ગામમાં દર વર્ષે ચોમાસાના પાણી ભરાય છે. ગામના રસ્તાઓનું નિર્માણ ન થતાં અને ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો છે. સાથે જ ગામના સરપંચ અને તલાટી ગ્રામ પંચાયત કે ગામમાં આવતા નથી, એવો ગ્રામજનોનો આરોપ છે  ચાલું વર્ષે કોઠ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ ગંદકીનું સામ્રાજ્ય અને પાણી ભરાવાની સમસ્યાથી ગ્રામજનો અને દર્દીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમસ્યાઓથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં, સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.આખરે ગ્રામજનોએ એકઠા થઈને ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરી દીધી. ગ્રામજનોની માંગ છે કે, જ્યાં સુધી પાણી ભરાવા, રસ્તાઓની બદહાલ સ્થિતિ અને ગંદકીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code