
પશ્ચિમ બંગાળ: મહિલા ડૉકટર પર દુષ્કર્મ મામલે ડૉક્ટર અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર ઉતર્યાં
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં, આર જી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં છ જુનિયર ડૉક્ટરોએ અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી છે. આ ડોકટરોએ કહ્યું છે કે, તેઓ દર્દીઓની સારવાર ચાલુ રાખશે અને સાથે સાથે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર પણ જશે. તબીબોનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર તેમની દસ મુદ્દાની માંગણીઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.
આ દરમિયાન રાજ્યના 24 પરગણા જિલ્લાના જયનગરમાં બેરકપોર કોર્ટે ચોથા ધોરણની વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી મુસ્તાકિન સરદારની પોલીસ કસ્ટડીમાં સાત દિવસનો વધારો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા તબીબની હત્યા બાદ તબીબોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ સમગ્ર પ્રકરણની તપાસ સરકારે સીબીઆઈને સોંપી હતી. દરમિયાન તબીબોની હડતાળનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. સરકાર અને કોર્ટની દરમિયાનગીરીને પગલે તબીબો ફરીથી કામ પર પરત ફર્યાં હતા.
(Photo-File)