
અમદાવાદ: રાજ્યમાં ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે… અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે .. રાજ્યમાં ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે … રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 39.5 ડ઼િગ્રી નોંધાયું છે.. તો ડાંગમાં 38.8 ડિગ્રી, અમરેલીમાં 38.5, રાજકોટમાં 38.8 અને અમદાવાદમાં 37.6 તેમજ સુરતમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે… સાથે જ તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીના વધારાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, આવનારા પાંચ દિવસોની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે… સાથે જ લધુત્તમ તાપમાનમાં પણ 3થી 5 ડિગ્રી વધારાનો અનુમાન છે. .. ગુજરાતના બનાસકાંઠામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.