અમદાવાદ, 3 સપ્ટેમ્બર, 2026 : Youth Congress holds protest in Ahmedabad against FIR against Rahul Gandhi લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી સામે ઉત્તરાખંડના હલ્દવાનીમાં જાતિ વિરોધી ટિપ્પણી અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના મુદ્દે ફરિયાદ નોંધાતા તેના વિરોધમાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ અમદાવાદના આશ્રમ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંધારણના પુસ્તક સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા. પોલીસે તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે.
ઉત્તરાખંડના હલ્દવાની સ્થિતિ રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ અલ્લિકાર્જૂન ખડગેની એક જાહેર સભા બાદ મેદાનન પર ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેથી આ બનાવને રાહુલ ગાંધીએ મલ્લિકાર્જૂન ખડગેની દલિત જાતિ સાથે જોડી દીધું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ખડગે દલિત હોવાને કારણે ભાજપ-આરએસએસની માનસિકતા હેઠળ આ શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ ધાર્મિક કાર્યક્રમને રાજકીયરંગ આપ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રાહુલ ગાંધી સામેની ફરિયાદ પરત લેવા માંગ કરવામાં આવી છે. ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવાની પણ માંગ કરી છે. જો રાહુલ ગાંધી સામે ફરિયાદ રદ નહીં થાય તો આગામી સમગ્ર ઉગ્ર આંદોલનની યુથ કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરવાના બદલે રાહુલ ગાંધી પર કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલ ગાંધી સામેની ફરિયાદ પરત લેવામાં નહીં લેવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


