1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં માત્ર બે દિવસમાં જ 2.93 લાખ નાગરિકોએ લીધી મિલેટ મહોત્સવની મુલાકાત
ગુજરાતમાં માત્ર બે દિવસમાં જ 2.93 લાખ નાગરિકોએ લીધી મિલેટ મહોત્સવની મુલાકાત

ગુજરાતમાં માત્ર બે દિવસમાં જ 2.93 લાખ નાગરિકોએ લીધી મિલેટ મહોત્સવની મુલાકાત

0
Social Share
  • PM મોદીની દીર્ઘદ્રષ્ટિથી સુપરફૂડ મિલેટ પ્રત્યે નાગરિકોનું આકર્ષણ વધ્યું: કૃષિ મંત્રી,
  • મહોત્સવમાં રૂ. 62 કરોડના પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ
  • મહોત્સવમાં હજારો સ્વાદરસિકોએ મિલેટથી બનેલી વાનગીઓનો આસ્વાદ માણ્યો

અમદાવાદઃ ગુજરાતમાં જાડા ધાન્ય અને બરછટ અનાજના ઉપયોગ તથા વપરાશને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગત તા. 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2025’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમને નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપીને સફળ બનાવ્યો છે.

મિલેટ મહોત્સવ અંગે રસપ્રદ માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આયોજિત બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની આશરે 2.93  લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, કૃષિ ઉદ્યોગ સાહસિકો, નિકાસકાર તેમજ સ્વસહાય જૂથો દ્વારા આ મહોત્સવમાં કુલ 606 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ 606 સ્ટોલ મારફત બે દિવસમાં કુલ રૂ. 1.62  કરોડનું વેચાણ કરવામાં આવ્યું છે.

મંત્રી  પટેલે કહ્યું હતું કે, આ મહોત્સવ દરમિયાન મિલેટ અને મિલેટ વાનગીના સ્ટોલે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. રાજ્યના હજારો સ્વાદરસિકોએ મિલેટથી બનેલી વિવિધ વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યના લાખો શહેરીજનોએ આ મહોત્સવમાં ભાગ લીધો, એ જ અન્ન અને પ્રાકૃતિક ખેત પેદાશના અનન્ય મહત્વ પ્રત્યે નાગરિકોની જાગરૂકતા દર્શાવે છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ઉજવાયેલા ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ના પરિણામે સમગ્ર વિશ્વના નાગરીકો સુપરફૂડ મિલેટના ફાયદાઓથી પરિચિત થયા છે.

અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં માત્ર બે જ દિવસમાં રૂ. 38 લાખથી વધુનું વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે, સુરતમાં રૂ. 28.28  લાખ, રાજકોટમાં રૂ. 27 લાખ, વડોદરામાં રૂ. 20.60 લાખ, ભાવનગરમાં રૂ. 18.80  લાખ, જામનગરમાં રૂ. 14.75 લાખ તેમજ ગાંધીનગરમાં રૂ. 14.50 લાખથી વધુનું વેચાણ કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલા મિલેટ મહોત્સવની બે દિવસમાં સૌથી વધુ 81300 નાગરીકોએ મુલાકાત લીધી હતી. ત્યારબાદ સુરતમાં 58200 નાગરિકોએ, અમદાવાદમાં 45500 નાગરિકોએ, વડોદરામાં 39000  નાગરીકોએ, રાજકોટમાં 25700  નાગરિકોએ, જામનગરમાં 26200 નાગરિકોએ તેમજ ગાંધીનગરમાં 21800 નાગરિકોએ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની મુલાકાત લીધી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code