
- કંપનીમાં કેમિકલના ભરેલા ડ્રમોમાં ધડાકા સાથે બ્લાસ્ટ
- પતરાના શેડને લીધે આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવવી પડી
- ફાયર બ્રિગેડે 6 કલીકની જહેમત બાદ આગ કાબુમાં લીધી
સુરત: જિલ્લાના માંગરોળ ખાતે આવેલી નવાપરા GIDCમાં બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરિયલ બનાવતી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીમાં રહેલા કેમિકલ ભરેલા ડ્રમોમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
સુરતના માંગરોળ ખાતે આવેલી નવાપરા GIDCમાં બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરિયલ બનાવતી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલી અને સુરત મ્યુનિની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કંપનીમાં પતરાનો શેડ હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 6 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર આંશિક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.
આ અંગે ફાયર ઓફિસરના કહેવા મુજબ, આગની ગંભીરતાને જોતાં ફાયર વિભાગને બાજુના બિલ્ડીંગ પરથી કામગીરી કરવી પડી રહી છે. સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કંપની માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર રહી કુલિંગની કામગીરી કરી રહી છે.