Homeગુજરાતીગુજરાતનર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમ વખત પહોંચી 136.30 મીટરને પાર

નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમ વખત પહોંચી 136.30 મીટરને પાર

અમદાવાદઃ આજે સવારે છ કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 57 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. ધોળકામાં 27 મી.મી., ધનસુરમાં 25 મી.મી. દાંતામાં 16, અમદાવાદ શહેર 15 મી.મી. વરસાદ નોંધાયો હતો. દરમિયાન, ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. આ સિઝનમાં નર્મદા ડેમની જળસપાટી પ્રથમવાર 136.30 મીટરને પાર પહોંચી છે અને પૂર્ણતઃ સપાટીથી માત્ર 2.30 મીટર દૂર છે. નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર ખોલવામાં આવ્યા છે. સાથે જ વડોદરા ભરૂચ તથા નર્મદાના 42 ગામો ને એલર્ટ કરાયા છે.

ગત વર્ષે પૂર્ણતઃ સપાટી પાર કર્યા બાદ ઉપરવાસમાંથી 15 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતાં 15 લાખ ક્યુસેક નર્મદા નદીમાં છોડાતા પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ચાલુ વર્ષે પુરની પરિસ્થિતિ ના સર્જાય તે માટે તંત્ર સજ્જ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular