1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં એક વર્ષમાં 6770 પોલીસ કર્મચારીઓને બઢતી અપાઈ
ગુજરાતમાં એક વર્ષમાં 6770 પોલીસ કર્મચારીઓને બઢતી અપાઈ

ગુજરાતમાં એક વર્ષમાં 6770 પોલીસ કર્મચારીઓને બઢતી અપાઈ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ 261 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે. કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ 2024માં કુલ 6770 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળી હતી અને આજે વધુ 261 એ.એસ.આઇને બઢતી મળતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.

વર્ષ 2024માં 341 પી.એસ.આઈને પી.આઈ, 397 એ.એસ.આઈને પી.એસ.આઈ, 2445 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ અને 3356 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 231 ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો. વર્ષ 2025માં તા. 03 એપ્રિલ 2025ના રોજ વધુ 261 એ.એસ.આઈને પી.એસ.આઈ તરીકે બઢતી આપવામાં આવી છે. આ નવી બઢતીથી પોલીસ વિભાગમાં ઉત્સાહનું વાતાવરણ ફરી એકવાર જોવા મળ્યું છે અને કર્મચારીઓના મનોબળમાં વિશેષ વધારો થયો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો પણ છે. વર્ષ 2024ની આ સિદ્ધિ અને વર્ષ 2025ની શરૂઆતમાં થયેલી બઢતીઓથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code