1. Home
  2. ગુજરાતી
  3. ઈઝરાયલે તેહરાનમાં ઈરાનના આંતરિક સુરક્ષા મુખ્યાલયને નિશાન બનાવ્યું
ઈઝરાયલે તેહરાનમાં ઈરાનના આંતરિક સુરક્ષા મુખ્યાલયને નિશાન બનાવ્યું

ઈઝરાયલે તેહરાનમાં ઈરાનના આંતરિક સુરક્ષા મુખ્યાલયને નિશાન બનાવ્યું

0
Social Share

છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. ઈઝરાયલે ગઈકાલે તેહરાનમાં ઈરાનના આંતરિક સુરક્ષા મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું, જ્યારે ઈરાને દક્ષિણ ઈઝરાયલમાં એક હોસ્પિટલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. બંને દેશો એકબીજાના મહત્વપૂર્ણ સ્થાપનોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરના ઇતિહાસમાં બંને દેશો વચ્ચે સીધા લશ્કરી મુકાબલાનો આ સૌથી ઘાતક તબક્કો છે.

ગઈકાલે ઈઝરાયલી સેનાએ તેહરાન અને કરાજમાં સરકારી સંસ્થાઓ અને પાયમ હમાઈમથક પર મિસાઈલ હુમલા કર્યા હતા. દક્ષિણ ઈઝરાયલમાં બીરશેબામાં સરોકા હોસ્પિટલ પર ઈરાનના હુમલા પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ ઈઝરાયલી સૈનિકોની સારવાર માટેનું મુખ્ય સ્થળ છે. હોસ્પિટલને ભારે નુકસાન થયું છે, પરંતુ ઈરાની હુમલાના ભયને કારણે હોસ્પિટલના મોટાભાગના ભાગો અગાઉથી ખાલી કરાવી લેવામાં આવ્યા હોવાથી જાનહાનિ ઓછી થઈ છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનઈએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધમાં જોડાશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. યુરોપિયન દેશોએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા પર ભાર મૂક્યો છે અને બંને દેશોને તણાવ ઘટાડવા માટે રાજદ્વારી માધ્યમો અપનાવવા કહ્યું છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નવેસરથી વાટાઘાટો શરૂ કરવાની માંગ વધી રહી છે. દરમિયાન, યુરોપિયન સંઘે ઈરાન અને ઇઝરાયલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code