
ચૂંટણી પંચે તેજસ્વી યાદવને બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવને તેમના બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી છે. પંચે તેજસ્વી યાદવ દ્વારા 2જી ઓગસ્ટે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરાયેલા મતદાર ઓળખ કાર્ડ (EPIC) વિશે વિગતો માંગી છે.
તેમની પાસે બે EPIC (મતદાતા ફોટો ઓળખ કાર્ડ) કાર્ડ હોવાનો આરોપ છે.બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી યાદવે પટણામાં એક પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોને તેમનું મતદાર ઓળખ કાર્ડ બતાવ્યું હતું. આ મામલે, પંચે જણાવ્યું કે, બતાવેલ કાર્ડ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવ્યું નથી. દિઘા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારી (ERO)એ અગાઉ 3 ઓગસ્ટે શ્રી યાદવને એક પત્ર મોકલીને ચકાસણી માટે સંબંધિત વિગતો સાથે મૂળ EPIC કાર્ડ સબમિટ કરવા જણાવ્યું હતું. જોકે, અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી.દરમિયાન, રાષ્ટ્રીય જનતા દળે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે આવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે.