1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર
અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર

અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર

0
Social Share

અમદાવાદ શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે બપોરે 1 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

પોલીસે જણાવ્યું કે, આ પગલાં વિસર્જન યાત્રાને સરળ બનાવવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક પ્રવાહ નિયંત્રિત કરવા માટે જરૂરી છે.

પ્રતિબંધિત માર્ગો
એસ.ટી. ગીતામંદિરથી જમાલપુર બ્રિજ–પાલડી માર્ગ

એસ.ટી. ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તા–સારંગપુર સર્કલ–કાલુપુર ઇનગેટ માર્ગ

કાલુપુર રેલ્વે સ્ટેશનથી વિક્ટોરિયા ગાર્ડન–ટાઉનહોલ સર્કલ માર્ગ

કામદાર મેદાન ચાર રસ્તા થી સારંગપુર સર્કલ માર્ગ

દિલ્હી દરવાજાથી તાવડીપુરા પોલીસ લાઇન–દધીચિ બ્રિજ માર્ગ

રિવરફ્રન્ટનો પશ્ચિમ માર્ગ (વાડજ સ્મશાન ગૃહથી આંબેડકર બ્રિજ)

રિવરફ્રન્ટનો પૂર્વ માર્ગ (પીકનિક હાઉસથી આંબેડકર બ્રિજ)

વૈકલ્પિક માર્ગો
ગીતામંદિરથી બહેરામપુરા–આંબેડકર બ્રિજ–અંજલી ચાર રસ્તા–પાલડી–આશ્રમ રોડ

ગીતામંદિરથી ભુલાભાઈ ચાર રસ્તા–કાંકરીયા–ઝઘડિયા ઓવરબ્રિજ–ગોમતીપુર–કાલુપુર

કાલુપુર રેલ્વે સ્ટેશનથી આંબેડકર હોલ–અંજલી ચાર રસ્તા–આશ્રમ રોડ

કામદાર મેદાનથી આર.સી. ટેકનીકલ–રખિયાલ–અનુપમ સિનેમા–દેડકી ગાર્ડન

દિલ્હી દરવાજાથી દરીયાપુર–બાબુ જગજીવનરામ બ્રિજ–ગીરધરનગર માર્ગ

વાડજ સ્મશાન ગૃહથી ઉસ્માનપુરા–ઇન્કમટેક્સ–નેહરુ બ્રિજ–પાલડી–અંજલી બ્રિજ

ડફનાળા ચાર રસ્તાથી શાહીબાગ–નમસ્તે સર્કલ–દિલ્હી દરવાજા–લાલ દરવાજા માર્ગ

ખાસ સૂચનાઓ

વિસર્જન કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા આકસ્મિક સેવાઓને છૂટછાટ આપવામાં આવી છે.

પ્રતિબંધિત તમામ માર્ગો પર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયા છે.

આદેશનો ભંગ કરનાર સામે BNS કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ જાહેરનામાનો પાલન કરે અને ટ્રાફિક પોલીસને સહકાર આપે, જેથી ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code