1. Home
  2. ગુજરાતી
  3. દુનિયામાં આ સ્થળ ઉપર પડે છે સૌથી વધારે વીજળી, રાત્રે 160થી વધારે વખત થાય છે વીજળીના કડાકા
દુનિયામાં આ સ્થળ ઉપર પડે છે સૌથી વધારે વીજળી, રાત્રે 160થી વધારે વખત થાય છે વીજળીના કડાકા

દુનિયામાં આ સ્થળ ઉપર પડે છે સૌથી વધારે વીજળી, રાત્રે 160થી વધારે વખત થાય છે વીજળીના કડાકા

0
Social Share

પ્રકૃતિની અનોખી શક્તિ અને રહસ્યો આપણને ત્યારે સમજાય છે જ્યારે તે અજાયબીભર્યો નજારો આપણા સામે આવે છે.. આવા જ એક અદ્ભુત દૃશ્યનું સ્થાન છે વેનિઝ્યુએલાના છે. જેને દુનિયા લાઇટનિંગ કેપિટલ ઓફ ધ વર્લ્ડતરીકે ઓળખે છે.

કેટાટુંબો લાઇટનિંગ વેનિઝ્યુએલાના ઝુલિયા રાજ્યમાં આવેલું છે. અહીં કેટાટુંબો નદીનું સંમેલન મારાકાઈબો સરોવર સાથે થાય છે. આ વિસ્તારની ભૌગોલિક રચના અને હવામાન શરતો એટલી અનોખી છે કે અહીં સતત વીજળીના તોફાન સર્જાતા રહે છે. આસપાસની પહાડીઓ, સરોવરથી ઉઠતી ભેજ અને ગરમ પવનનું મિલન આ આકાશને દરેક રાત્રે ચમકદાર બનાવે છે.

જાણકારોના મતે,  આ વિસ્તારમાં દર વર્ષે આશરે 280 રાત્રી વીજળી પડે છે. એક રાત્રિમાં લગભગ 10 કલાક સતત વીજળીના તોફાન જોવા મળે છે, જેનો અર્થ છે કે આ આકાશ ઘણી વખત સંપૂર્ણ અંધકારમાં રહેતું નથી.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે અહીં વીજળીની તીવ્રતા પણ આશ્ચર્યજનક છે. એક રાત્રિમાં લગભગ 160 થી 300 વાર વીજળી કડકે છે. વર્ષભરમાં ગણતરી કરવામાં આવે તો દર ચોરસ કિલોમીટરમાં સરેરાશ 250 વખત વીજળી પડે છે. આજ પ્રમાણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ સ્થળને દુનિયામાં સૌથી વધુ વીજળી પડતું સ્થાન માન્યતા આપવામાં આવી છે.

કેટાટુંબો લાઇટનિંગનો દૃશ્ય એટલા તેજસ્વી છે કે તે 50 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. આ દૃશ્ય માત્ર વૈજ્ઞાનિક અભ્યાસ માટે જ નહીં, પરંતુ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. રાત્રિના અંધકારમાં સતત ચમકતી વીજળી આકાશને વિશાળ પ્રકાશ પ્રદર્શનમાં ફેરવી દે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code