1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાયું, મધરાત બાદ ઠંડીનો ચમકારો
સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાયું, મધરાત બાદ ઠંડીનો ચમકારો

સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાયું, મધરાત બાદ ઠંડીનો ચમકારો

0
Social Share
  • સૌરાષ્ટ્રમાં ધીમા પગલે શિયાળાનું આગમન,
  • અનેક વિસ્તારોમાં પરોઢે ઝાળક વર્ષા થઈ,
  • વિઝીબિલિટી ઝીરો થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટઃ ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વેર્સ્ટન ડિસ્ટર્બન્સનાં કારણે ફરી એકવાર હવામાન પલટો સર્જાયો હતો.અને મોટાભાગના વિસ્તારોમાં ગાંઢ ધૂમ્મસ છવાયુ હતું. જેમાં ખાસ કરીને ગોંડલ, ધોરાજી, ચોટીલા, જેતપુર, પંથકમાં ભારે ઝાકળ વર્ષા થઈ હતી.આથી હાઈવે ઉપર વિઝીબિલિટી ઝીરો થઈ જતા વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડી હતી.ઉપરાંત રાજકોટ સહિત અન્ય સ્થળોએ સવારે વાદળીયું વાતાવરણ છવાયુ હતું. અને તડકો-છાંયડો રહેવા પામ્યો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મધરાત બાદ વહેલી પરોઢ સુધી ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં કેટલા દિવસથી તાવરણમાં ફેરફારની મોટી અસર જોવા મળી રહી છે. નવરાત્રીથી બે દિવસ પૂર્વે સુધી વરસાદી વાતાવરણ રહ્યું હતું. ગઈકાલે પણ ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. આજે સવારે અચાનક શિયાળાના પગરવ જોવા મળ્યા હતા.સૌરાષ્ટ્રનાં પ્રવેશ દ્વાર યાત્રાધામ ચોટીલામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનો ઓછાયો છવાયો હતો જેના પ્રભાવમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ઝાકળ વર્ષાની મોટી અસર જોવા મળી હતી હાઈવે પર પરોઢે અનેક વાહન ચાલકો માટે પણ ધુમ્મસ મુશ્કેલી સમાન બન્યુ હતું લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર ચામુંડા માતાજીનો ડુંગર ઝાકળની આગોશમાં જાણે ધુમ્મસની ચુંદડી ઓઢી હોય તેવું મન મોહક દ્રશ્ય જોવા મળ્યું હતું અને વહેલી સવારના યાત્રીઓને હિલ સ્ટેશન જેવી મોજ માણી હતી. બદલાતા વાતાવરણમાં શિયાળાના પગરવના એંધાણ થતા શારીરિક સોષ્ટવના શોખીનોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.

રાજકોટ જિલ્લાનાં તથા ગોંડલ ખાતે પણ સવારે ગાઢ ધૂમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો નઝારો જોવા મળ્યો હતો.વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ હતી.વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.આ ઉપરાંત રાજકોટ જિલ્લાનાં જ ધોરાજી ખાતે પણ આજે સવારે ઝાકળ વર્ષાનો નયન રમ્ય નજારો જોવા મળતો આહ્લાહ્ક દ્રશ્યો સર્જાયા હતાં. ઉલ્લેખનિય છે, કે શકિત વાવાઝોડાની અસરરૂપે ઠેર-ઠેર છુટો છવાયો વરસાદ પડયો હતો.બાદ હવે શિયાળાનાં આગમનની ઘડીઓ ગણાય રહી છે,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code