1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના મહિલા RFO પર ફાયરિંગ કરાતા સારવારના 48 દિવસ બાદ મોત નિપજ્યું
સુરતના મહિલા RFO પર ફાયરિંગ કરાતા સારવારના 48 દિવસ બાદ મોત નિપજ્યું

સુરતના મહિલા RFO પર ફાયરિંગ કરાતા સારવારના 48 દિવસ બાદ મોત નિપજ્યું

0
Social Share
  • મહિલા આરએફઓના RTO પતિએ ભાડુતી હત્યારા દ્વારા ફાયરિંગ કરાવ્યું હતું
  • મહિલા આરએફઓને જમણી બાજુ મગજ ચીરીને ગોળી ડાબી બાજુ ઘૂંસી ગઈ હતી,
  • RFO સોનલ સોલંકીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા,

સુરતઃ firing on female RFO, death after 48 days of treatment    જિલ્લાના કામરેજ નજીક દોઢ મહિના પહેલા પોતાના બાળક સાથે કારમાં જઈ રહેલા આરએફઓ સોનલ સોલંકી પર અજાણ્યા શખસોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં વન વિભાગના અધિકારી સોનલ સોલંકીને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ગત 9 ડિસેમ્બરના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન આજે મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવમાં પોલીસે મહિલા વન અધિકારીના પતિ એવા આરટીઓ અધિકારીની ધરપકડ કરી હતી, પતિએ તેની પત્નીની હત્યા માટે ભાડુતી હત્યારાઓને સોપારી આપી હતી.

આ બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સોનલ સોલંકી પર અજાણ્યા શખસો દ્વારા ગત 6-11-2025ના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે આ હુમલો બીજું કોઈ નહીં, પરંતુ સોનલ સોલંકીના આર.ટી.ઓ. (RTO) પતિએ જ સોપારી આપીને કરાવ્યો હતો. પારિવારિક વિખવાદમાં પતિએ પત્નીને જ મોતના ઘાટ ઉતારવાનું આ કાવતરું રચ્યું હતું. હાલ RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેમજ ફાયરિંગ કરનારા આરોપીઓ જેલમાં છે. હુમલા દરમિયાન ગોળી સોનલ સોલંકીના માથાના ભાગે વાગી હતી. ઘટના બાદ તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરીને તેમના માથામાંથી ગોળી તો કાઢી લેવામાં આવી હતી, પરંતુ ગોળીને કારણે મગજમાં થયેલું નુકસાન અતિગંભીર હતું. સર્જરી બાદ પણ તેમની સ્થિતિ ક્યારેય સામાન્ય થઈ શકી નહોતી, જેના કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યાં હતાં.

અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યાં હતાં. ઘરેથી અડાજણ જવા નીકળેલાં મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળતાં પોલીસને જાણ કરાઈ હતી. કારમાં તેમની સાથે પુત્ર પણ હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલાં RFOને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે જ બનાવ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code