1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદની બન્ને આરટીઓ કચેરીમાં હવે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે
અમદાવાદની બન્ને આરટીઓ કચેરીમાં હવે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે

અમદાવાદની બન્ને આરટીઓ કચેરીમાં હવે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે

0
Social Share

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: શહેરમાં સુભાષબ્રિજ અને વસ્ત્રાલની આરટીઓ કચેરીમાં હવે એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે. એવા અરજદારો જ ઉતિર્ણ થઈ શકશે. શહેરની બન્ને આરટીઓ કચેરીમાં 10થી 15 દિવસમાં એઆઇ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરી દેવાશે. સૌપ્રથમ વસ્ત્રાલ આરટીઓમાં અને ત્યારબાદ સુભાષબ્રિજ આરટીઓમા એઆઈ ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરાશે.

અમદાવાદ શહેરની વસ્ત્રાલ અને સુભાષબ્રિજ આરટીઓ કચેરીઓમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું અઘરૂં બની જશે. એઆઈ આધારિત ટેસ્ટ લેવાતા પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે. એવા અરજદારો જ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકશે. જૂના ટેસ્ટ ટ્રેકમાં ગ્રાઉન્ડ સેન્સર બેઝ઼્ડ 8 કેમેરા વડે વાહનચાલકનું એલાલિસિસ કરાતું હતું. જ્યારે નવા સિસ્ટમમાં વીડિયો એનાલિટિકલ ટેક્નોલોજીથી 45થી વધુ કેમેરા વડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વાહનચાલકનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાાશે. નવી સિસ્ટમમાં વીડિયો એનાલિટિકલ ટેક્નોલોજી દ્વારા વાહન ચાલકનું એનાલિસિસ કરી વાહનની દરેક મૂવમેન્ટ ટ્રેક કરાશે. વાહન વ્યવહાર વિભાગ નવી એજન્સીને કામ સોંપશે અને મૂલ્યાંકન સહિતની કામગીરી એજન્સી કરશે. નવી ટેક્નોલોજીમાં ઓછા માનવ હસ્તક્ષેપને કારણે આરટીઓના એજન્ટોની ભલામણ સહિતની કામગીરી પણ બ્રેક લાગશે.

આરટીઓના સૂત્રોના કહેવા મુજબ એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં વીડિયો એનાલિટિકલ ટેક્નોલોજી કરશે.જેમાં કેમેરા દ્વારા રિયલ ટાઇમ પાથની માહિતી એકત્રિત કરવામા આવશે અને તેના આધારે વાહન ચાલક ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ છે કે નાપાસ તે નક્કી કરવામાં આવશે. નક્કી કરાયેલા ટ્રેક પર જેમ-જેમ વાહન આગળ વધશે તેના આધારે વાહનની મૂવમેન્ટ પ્લોટ અને ટ્રેસ કરવામાં આવશે. ટ્રેસ કરેલા પાથના કોઓર્ડિનેટ્સને રેકોર્ડ કરી તેનું એનાલિસિસ કરાશે.વાહન દ્વારા ટ્રેસ કરાયેલ પાથ માટે અલ્ગોરિધમ વિકસાવાયા છે અને સિસ્ટમમાં આંકડાકીય મોડ્યૂલ હશે જેનાથી પાથને ઓળખવામાં આવશે.

આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડાયરેક્શન ફોલો થાય છે કે નહીં તેનું ધ્યાન રખાશે. નવી ટેક્નોલોજીમાં સ્ટાન્ડર્ડ ડાયરેક્શન ફોલો થાય છે કે નહી તેનું ધ્યાન રખાશે. ફોરવર્ડ-રિવર્સ મુવમેન્ટ પર વાહન સરખું જાય છે કે નહીં તેનું મોનિટરિંગ કરાશે. અને ટેસ્ટ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય છે કે નહીં તે અંગે તપાસ કરાશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં 2024–25 દરમિયાન અંદાજે 7.58 લાખ લોકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા, જેમાંથી 6 લાખને લાઇસન્સ મળ્યા. તાજેતરના અહેવાલો મુજબ, રાજ્યમાં ફોર-વ્હીલર (LMV) ટેસ્ટમાં નાપાસ થનારા લોકોનું પ્રમાણ ઘણું ઊંચું છે. 57% લોકો કારના ટેસ્ટમાં નાપાસ થાય છે, જ્યારે ટુ-વ્હીલરમાં નાપાસ થનારનું પ્રમાણ આશરે 15% છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code