1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આઠમા પગાર પંચમાં કેટલો પગાર મળશે, તેની APK ફાઈલ ડાઉનલોડ ન કરવા ચેતવણી
આઠમા પગાર પંચમાં કેટલો પગાર મળશે, તેની APK ફાઈલ ડાઉનલોડ ન કરવા ચેતવણી

આઠમા પગાર પંચમાં કેટલો પગાર મળશે, તેની APK ફાઈલ ડાઉનલોડ ન કરવા ચેતવણી

0
Social Share

અમદાવાદ, 31 માર્ચ 2026: Warns against downloading APK files સરકારી કર્મચારીઓને આઠમા પગાર પંચમાં પોતાને કેટલો પગાર મળશે તે જાણવાની ઉત્સુકતા હોય છે. ત્યારે સાયબર માફિયાઓ કર્મચારીઓના મોબાઈલ ફોન પર APK ફાઈલ મોકલીને આઠમા પગાર પંચમાં કેટલો પગાર મળશે તે જાણવા ફાઈલ ડાઉનલોડ કરવાની સુચના આપે છે. APK ફાઈલ ડોઉનલોડ કરતા કર્મચારીનો મોબાઈલ ફોન હેક થઈ જાય છે. અને તેના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જાય છે. ત્યારે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પરથી APK ફાઇલ ડાઉનલોડ ન કરવા અને કોઈપણ વ્યક્તિને OTP, CVV, PIN અથવા પાસવર્ડ જેવી માહિતી ન આપવા તેમજ અજાણ્યા નંબર પરથી આવતા મેસેજથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આઠમા વેતન આયોગના નામે દેશભરમાં એક નવો સાયબર ઠગાઈનો સ્કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને લઈને સાયબર સિક્યોરિટી નિષ્ણાતોએ ચેતવણી આપી છે. સાયબર સિક્યોરિટી એડવાઇઝરના મતે ઠગો લોકોની ઉત્સુકતાનો લાભ લઈ ‘સેલરી કૅલ્ક્યુલેટર’ના નામે ખોટી APK લિંક મોકલે છે. લોકો પોતાના વધેલા પગાર વિશે જાણવા ઉત્સાહિત થઈ આ લિંક ડાઉનલોડ કરી લે છે, પરંતુ હકીકતમાં આ લિંક તેમના મોબાઈલ માટે ગંભીર ખતરો સાબિત થાય છે. એકવાર APK ફાઇલ ઇન્સ્ટોલ થતા જ હેકર્સને ફોનમાં સંપૂર્ણ ઍક્સેસ મળી જાય છે. તેઓ યૂઝરના પર્સનલ ડેટા, બેંકિંગ માહિતી, OTP અને પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી ચોરી શકે છે. કેટલાક કેસોમાં તો ઠગો સીધા બેંક ખાતામાંથી પૈસા પણ ખાલી કરી દે છે.

સાયબર નિષ્ણાતોના કહેવા મુજબ, આવા સ્કેમથી બચવા માટે કેટલીક મૂળભૂત બાબતોનું પાલન કરવું જરૂરી છે. અજાણી લિંક પર ક્લિક કરવું ટાળવું જોઈએ અને ખાસ કરીને વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પરથી APK ફાઇલ ડાઉનલોડ કરવી નહીં. કોઈપણ વ્યક્તિને OTP, CVV, PIN અથવા પાસવર્ડ જેવી માહિતી ક્યારેય આપવી નહીં. અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ અથવા કોલ પર વિશ્વાસ ન કરવો અને વ્યક્તિગત માહિતી શેર કરવાથી દૂર રહેવું. આ સાથે, સ્ક્રીન શેરિંગ એપ્સ ઇન્સ્ટોલ કરવી જોખમી સાબિત થઈ શકે છે. ફોન અને એપ્લિકેશન્સ હંમેશાં અપડેટ રાખવા જોઈએ અને દરેક એકાઉન્ટ માટે અલગ પાસવર્ડ રાખવો જોઈએ. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખવાથી સુરક્ષા વધુ મજબૂત બને છે. પબ્લિક Wi-Fi પરથી ઑનલાઇન પેમેન્ટ કરવાનું ટાળવું પણ જરૂરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code