અમદાવાદ, 21 ઓગસ્ટ, 2026 : Gold and silver prices rise again સોના-ચાંદીના ભાવમાં ફરીવાર વધારો થયો છે. છેલ્લા બે દિવસના ઘટાડા બાદ ગુરૂવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. MCX પર સોનાના ભાવમાં રૂપિયા 700 અને ચાંદીના ભાવમાં રૂપિયા 3,453ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું $4,546 પ્રતિ ઔંસ અને ચાંદી $67ને પાર કરી ગઈ છે. યુએસ ટ્રેઝરી દ્વારા બોન્ડ બાયબેક વધારવાના નિર્ણય બાદ બોન્ડ યીલ્ડ અને ડૉલરમાં ઘટાડો થવાથી સોનાને મજબૂત ટેકો મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં રોજબરોજ વધઘટ થઈ રહી છે. જેમાં ગુરૂવારે સોના-ચાંદીના ભાવમાં ફરીવાર ધારો થયો હતો. છેલ્લા બે દિવસની નરમાઈ બાદ 20 ઑગસ્ટને ગુરૂવારે સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી આવી છે. MCX પર સવારે 9 વાગ્યે ગોલ્ડ રૂપિયા 700 ઉછળીને પ્રતિ 10 ગ્રામના રૂપિયા 1,58,703 પર પહોંચ્યુ હતું. જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા 3,453 પ્રતિ કિલોગ્રામ વધીને રૂપિયા 2,40,240 પર પહોંચ્યો હતો. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 0.04% વધીને $4,546 પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે ચાંદી 2% ચડીને $67ને પાર પહોંચી ગઈ છે
સોના-ચાંદી બજારના જાણકારના કહેવા મુજબ અમેરિકામાં સોનાના ભાવ બુધવારે લગભગ બે મહિનાની ઊંચી સપાટીની નજીક પહોંચી ગયો હતો. જેનું મુખ્ય કારણ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનો એક મોટો નિર્ણય છે. યુએસ સરકારે બોન્ડ ખરીદવા માટે તેની લિક્વિડિટી સપોર્ટ સ્કીમને બમણી કરવાની જાહેરાત કરી છે. આ સમાચાર બાદ માર્કેટમાં બોન્ડ યીલ્ડ ઝડપથી ઘટી ગઈ, અને ડૉલર પણ નબળો પડ્યો. ડૉલર ઇન્ડેક્સમાં 0.83%નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે 10 વર્ષની બોન્ડ યીલ્ડમાં 1.13%નો તીવ્ર ઘટાડો થયો હતો. 30 વર્ષની બોન્ડ યીલ્ડ પણ છેલ્લા બે દાયકાની ઉંચી સપાટીથી નીચે આવી ગઈ છે. જ્યારે બોન્ડ યીલ્ડ ઘટે છે, ત્યારે સોનું રાખવાનો ખર્ચ (ઓપર્ચ્યુનિટી કોસ્ટ) પણ ઘટી જાય છે, જેથી રોકાણકારો સોના તરફ વધુ આકર્ષાય હતા. જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે


