અમદાવાદ, 29 ઓગસ્ટ, 2026 : Retired HC judge to investigate allegations against former Gujarat University chancellor ગુજરાત યુનિવર્સિટી પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ભરતી ગોટાળા તેમજ ફંડના દૂરૂપયોગ સહિતના આક્ષેપોની તપાસ હાઈકોર્ટના નિવૃત જજ દિપક વ્યાસને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજીબાજુ પૂર્વ કૂલપતિના કૌભાંડ સામે પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવે તો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. આમ પૂર્વ કૂલપતિ નીરજા ગુપ્તા સામેના આક્ષેપોથી યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ નીરજા ગુપ્તા તેમના કાર્યકાળ દરમિયાન હંમેશા વિવાદોમાં રહ્યા છે. પૂર્વ કૂલપતિએ તેમના કાર્યકાળ દરમિયાન નિયમોને નેવે મુકીને કરેવી ભરતી તેમજ ફંડના દૂરૂપયોગ સહિતના કથિત કૌભાંડોના મામલે તટસ્થ તપાસ કરવાની માગ સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ યુનિના સત્તાધિશોને ભીંસમાં લીધા છે. દરમિયાન યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી નિમતા હવે પૂર્વ કુલપતિની મુશ્કેલી વધી શકે છે.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપિત નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભરતી કૌભાંડ, PMJVK (Pradhan Mantri Jan Vikas Karyakram)ની ગ્રાન્ટના દુરુપયોગની ફરિયાદો ઉઠી છે. ત્યારે યુનિવર્સિટીએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠલ હાઈકોર્ટના નિવૃત જજ દિપક વ્યાસની એક સભ્યની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. જે પૂર્વ કુલપતિ સામે થયેલા ગંભીર આક્ષેપોની તપાસ કરી 3 મહિનામાં યુનિવર્સિટીને રિપોર્ટ સુપરત કરશે.
અગાઉ ભરતી કૌભાંડ સંદર્ભે સરકાર નિયુક્ત બે સિન્ડિકેટ સભ્યોની કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલ અંગે કાયદાના નિષ્ણાતો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. અગાઉની તપાસ કમિટીએ નીરજા ગુપ્તાની પૂછપરછ પણ કરી હતી. જોકે, ભવિષ્યમાં તપાસ પ્રક્રિયા સામે કોઈ પક્ષપાતના આક્ષેપો ન થાય તે હેતુથી યુનિવર્સિટી તંત્ર દ્વારા તટસ્થતા સુનિશ્ચિત કરવા નિવૃત્ત જજને તપાસ સોંપવામાં આવી છે,


