સુરેન્દ્રનગર, 1 સપ્ટેમ્બર, 2026 : A ‘Sham Shiv Ke Naam’ program શહેરમાં ગણેશ સંસ્કાર ધામ અને ઔદિચ્ય બ્રાહ્મસમાજ, સુરેન્દ્રનગર દ્વારા સંયુક્ત રીતે ‘એક શામ શિવ કે નામ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને શિવ મહિમ્ન સ્તોત્ર અને રુદ્રાષ્ટક સ્તોત્રનું ગાન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્નગરમાં ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસના માહાત્મ્યને ધ્યાનમાં રાખી ઉપસ્થિત ભક્તોએ ભક્તિભાવપૂર્વક વિવિધ ધાર્મિક સ્તોત્રોનું ગાન કર્યું હતું અને ભગવાન શિવજીની આરાધના કરી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને ભગવાન શિવજીને સમર્પિત શિવ મહિમ્ન સ્તોત્ર અને રુદ્રાષ્ટક સ્તોત્રનું ગાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિવજીના વિવિધ ભજનો અને સ્તુતિઓની રજૂઆત થતાં સમગ્ર ઔદિચ્ય બ્રાહ્મસમાજ પરિસર ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
શિવભક્તિથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં ભક્તોએ શિવજીની આરાધના સાથે આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનુભવ કર્યો હતો. ભજનો અને સ્તુતિના સૂરોથી વાતાવરણમાં ધાર્મિક ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની ભક્તિનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધાર્મિક લાભ લીધો હતો. કાર્યક્રમના અંતિમ તબક્કામાં ભગવાન શિવજીની ભાવભીની આરતી કરવામાં આવી હતી. આરતી બાદ ઉપસ્થિત ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગણેશ સંસ્કાર ધામ અને ઔદિચ્ય બ્રાહ્મસમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ શિવભક્તોને એકસાથે જોડવાનો અને શ્રાવણ માસની પવિત્ર ભાવનાને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ બની રહ્યો હતો. સમગ્ર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો માહોલ છવાયો હતો. પ્રસાદ ગ્રહણ કર્યા બાદ શિવભક્તોએ એકબીજાને શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી હતી.


