Homeગુજરાતીગુજરાતગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા 11 સપ્ટેમ્બર સુધી પ્રવેશ મળી શકશે

ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા 11 સપ્ટેમ્બર સુધી પ્રવેશ મળી શકશે

અમદાવાદ, 6 સપ્ટેમ્બર, 2026 : Admission to Gujarat University through GCAS till September 11 ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પીજી અને યુજીમાં પ્રવેશ માટે જીકાસ દ્વારા ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરાયા બાદ પણ તમામ યુનિવર્સિટીઓમાં બેઠકો ખાલી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજીની  કોલેજોમાં ખાલી પડેલી બેઠકો ભરવા માટે 7થી 11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશે. જીકાસ પોર્ટલ મારફતે હાથ ધરાયેલી આ પ્રક્રિયા લંબાતાં, 90 દિવસનું શૈક્ષણિક સત્ર પૂરું ન થવાને કારણે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ હવે નવરાત્રિને બદલે ડિસેમ્બરમાં યોજાશે.

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા પ્રવેશની પ્રક્રિયા બાદ પણ હાલ અનેક બેઠકો ખાલી છે. યુનિવર્સિટીમાં UGની 75 હજારમાંથી 21 હજાર (28%) અને PGની 23 હજારમાંથી 11 હજારથી વધુ (48%) બેઠકો હજુ ખાલી છે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોલેજની રાહ જોઈ રહ્યા હોવાથી બેઠકો ભરાઈ નથી. આથી, કઈ કોલેજમાં કેટલી બેઠકો ખાલી છે તેની યાદી યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. જગદીશ જોશીના જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભર્યા છે, પરંતુ પ્રવેશ નથી મળ્યો, તેઓ ઓપ્શન એડિટ કરીને કોલેજ પ્રેફરન્સ બદલી શકશે. આ ઉપરાંત, પૂરક કે રેગ્યુલર પરીક્ષામાં પાસ થયેલા અને પ્રવેશથી વંચિત રહેલા તમામ વિદ્યાર્થીઓ 11 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular