Homeગુજરાતીગુજરાતકૃષિ સબસિડીનો મુખ્ય પ્રવાહ પ્રાકૃતિક કૃષિ તરફ વાળવો અનિવાર્ય છે: રાજ્યપાલ

કૃષિ સબસિડીનો મુખ્ય પ્રવાહ પ્રાકૃતિક કૃષિ તરફ વાળવો અનિવાર્ય છે: રાજ્યપાલ

ગાંધીનગર, 16 સપ્ટેમ્બર,2026 : It is imperative to divert the main flow of agricultural subsidies towards organic farming ગુજરાત રાજ્યમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ વિભાગના અગ્ર સચિવ  આર.સી. મીણા, લોકભવનના સચિવ  મેહુલ દવે, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ આત્મા, પશુપાલન અને કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી કૃષિ સબસિડીનો મુખ્ય પ્રવાહ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તરફ વાળવો અનિવાર્ય છે. તેમણે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા એક ખેડૂત – એક નવો મિત્ર જોડેનો મંત્ર આપ્યો હતો.

નોંધનીય છે કે, રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે 300થી વધુ કેન્દ્રો કાર્યરત થઈ ચૂક્યા છે. આ સિવાય પ્રાકૃતિક ઉત્પાદનોના સીધા વેચાણ માટે ‘પ્રભા બ્રાન્ડ’ અંતર્ગત એક ખાસ ડિજિટલ પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી ગ્રાહકો સરળતાથી ઓર્ડર આપી શકે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા 500 ગામોને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ ગામ બનાવવા માટે દત્તક લેવાયા છે. દરેક ગામ દીઠ 1 વૈજ્ઞાનિક અને 2 કૃષિ વિદ્યાર્થીઓની ટીમ માર્ગદર્શન આપશે. પ્રાકૃતિક કૃષિ પેદાશોની વિશ્વસનીયતા વધારવા માટે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સર્ટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular