સુરત, 12 ઓક્ટોબર, 2026 : Bihari youth caught with 5 kg of ganja શહેરમાં પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરી સામે બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે શહેરની ડિંડોલી પોલીસે 5.006 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે 25 વર્ષીય બિહારી યુવાનને ઝડપી લીધો છે. પોલીસે ગાંજાની કિંમત રૂ. 2,50,300 આંકી છે. આ ઉપરાંત મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 2,55,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેર પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડિંડોલી વિસ્તારમાંથી અવિનાશકુમાર બબલુસિંગ ભૂમિહાર નામના યુવકને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં એવી વિગતો મળી છે કે, આરોપી મૂળ બિહારનો રહેવાસી છે અને હાલ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવાગામમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી કુલ 5.006 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. તપાસમાં ગાંજાની કિંમત રૂ. 2,50,300 આંકવામાં આવી છે. આ ઉપરાંત મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 2,55,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ડિંડોલી પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 20(B)(II-B) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આરોપી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે સહિતનાં પાસાંની તપાસ કરી રહી છે.


