Homeગુજરાતીગુજરાતવડોદરા નજીક દેણા ગામે ઢોરના તબેલામાં ઘૂસી આવેલા મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરા નજીક દેણા ગામે ઢોરના તબેલામાં ઘૂસી આવેલા મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરા,17 ઓક્ટોબર, 2026 : Crocodile rescued after entering cattle shed શહેર નજીક આવેલા દેણા ગામના ભરવાડ વાસમાં ગાય-ભેંસના તબેલામાં પાંચ ફૂટનો મગર ઘૂસી આવ્યો હતો. રાતના સમયે માલધારીએ તબેલામાં મગરને જોતા જવાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરી હતી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે વન વિભાગના અધિકારી સાથે સ્થળ પર પહોંચી એક કલાકની જહેમત બાદ મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. અને 5 ફુટને મગરને ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેર નજીક આવેલા દેણા ગામના ભરવાડ વાસમાં રહેતા વિશાલ ભરવાડના ગાય-ભેંસના તબેલામાં ગત મોડી રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં મગર આવી ચડ્યો હતો. આ અંગે વિશાલ ભરવાડે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને ફોન કરીને જાણ કરી હતી. કોલ મળતાં જ હાર્દિક પવાર અને ઈશ્વર ચાવડા તેમજ વન વિભાગના અધિકારી જિગ્નેશ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અને ટીમે સંયુક્ત રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આશરે એક કલાકની જહેમત બાદ પાંચ ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ તેને વધુ કાર્યવાહી માટે વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીને પગલે તબેલામાં રહેલાં પશુઓ અને આસપાસના લોકો માટે ઊભું થયેલું જોખમ ટળ્યું હતું. જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરાની વિશ્વામિત્રી અને આસપાસના તળાવો-નદીઓમાં મગરોની વસતી વધતા જાય છે. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોનો વસવાટ છે. વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરોનો વસવાટ છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular