સુરેન્દ્રનગર,17 ઓક્ટોબર, 2026 : Ghudsar Sanctuary opened for tourists જિલ્લામાં ધ્રાંગધ્રા, ખારાઘોડા. ઝીંઝુવાડા, અને દસાડા સહિતનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય આવેલું છે. ઘૂડસરને નિહાળવા માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ અભ્યારણ્યની મુલાકાતે આવતા હોય છે. ગત વર્ષે 25,000 થી વધુ દેશી અને 1,000 થી વધુ વિદેશી પ્રવાસીઓએ આ રણની મુલાકાત લીધી હતી. આ વર્ષે પ્રવાસીઓ માટે ઘૂડસર અભ્યારણ્ય ખૂલ્લુ મુકાયું છે. પ્રવાસીઓ ઘૂડસર ઉપરાંત છીછરા પાણીમાં છબછબીયા કરતા વિદેશી પક્ષિઓનો નજારો પણ માણી શકશે.
કચ્છના નાના રણમાં આવેલું વિશ્વવિખ્યાત ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. ચોમાસાને લીધે પ્રવાસીઓ માટે બંધ કરાયેલુ ઘૂડસર અભયારણ્ય આ વર્ષે સાત દિવસ વહેલું, એટલે કે 9 ઓક્ટોબરથી ખુલ્લું મુકાયું છે. પ્રવાસીઓ હવે 14 જૂન સુધી અહીં દુર્લભ ઘુડખર અને વિદેશી પક્ષીઓનો નજારો માણી શકશે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડા વિસ્તારોમાં ફેલાયેલું ઘૂડસર અભયારણ્ય આગામી 14 જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. અહીં મુક્તપણે વિચરતા ઘુડખર, યાયાવર પક્ષીઓ અને જૈવવિવિધતા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. વન વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી દુર્લભ ઘુડખરની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ 1 હેઠળ રક્ષિત ઘુડખરની વસતી ગણતરીમાં ઘૂડસરની સંખ્યા વધીને 7,672 નોંધાઈ છે, જે વર્ષ 2020 ની 6,082 ની સરખામણીએ 26.14 ટકાનો વધારો દર્શાવે છે. ઘુડખર ઉપરાંત અહીં વરુ, જંગલ બિલાડી અને ડેઝર્ટ ફોક્સ જેવા પ્રાણીઓનો પણ વસવાટ છે. ગત વર્ષે 25,000 થી વધુ દેશી અને 1,000 થી વધુ વિદેશી પ્રવાસીઓએ આ રણની મુલાકાત લીધી હતી.
શિયાળાની શરૂઆત થતાં જ હજારો કિલોમીટરથી આવતા વિદેશી જળપક્ષીઓ અને શિકારી પક્ષીઓ માટે આ રણ સુરક્ષિત આશ્રયસ્થાન બને છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે રણની પ્રાકૃતિક સુંદરતા ફોટોગ્રાફીના શોખીનો માટે આકર્ષક બને છે.


