Homeગુજરાતીગુજરાતવોકેશનલ ટ્રેનિંગ દ્વારા 51 હજારથી વધુ તાલીમબદ્ધ આદિજાતિ યુવાનોને મળી રોજગારી

વોકેશનલ ટ્રેનિંગ દ્વારા 51 હજારથી વધુ તાલીમબદ્ધ આદિજાતિ યુવાનોને મળી રોજગારી

ગાંધીનગર, 18 નવેમ્બર, 2026 : Trained tribal youth got employment through vocational training ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ના માધ્યમથી રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ આદિજાતિ યુવક-યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાની તાલીમ પૂરી પાડવામાં આવી છે, જેમાંથી અંદાજે ૫૧ હજારથી વધુ તાલીમાર્થીઓને સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે. અનુસૂચિત જનજાતિના ૧૮ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓને ગુણવત્તાસભર વ્યવસાયલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના ભગીરથ હેતુથી વર્ષ ૨૦૦૮થી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

રાજ્યના છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, ભરૂચ અને નવસારી જેવા આદિજાતિ વિસ્તારોમાં ૯ જેટલા પ્રમુખ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો સક્રિય રીતે કાર્યરત છે. જેમાં છોટાઉદેપુર અને વડોદરા પ્રાયોજના વિસ્તારમાં શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ (પાલડી-વાઘોડિયા), ઓલ ગુજરાત ડ્રાઇવિંગ ઇન્સ્ટિટ્યૂટ (વાઘોડિયા) અને મુનિ સેવા આશ્રમ (ગોરજ) ખાતે તાલીમ આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં વાઘલધરા વિભાગ કેળવણી મંડળ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને પ્રમુખ સ્વામી વોકેશનલ તાલીમ કેન્દ્ર (ધરમપુર) કાર્યરત છે. જ્યારે દાહોદમાં ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, ભરૂચમાં સેવા રૂરલ ટ્રસ્ટ અને નવસારીમાં ભારત સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા ‘સિપેટ’ (CIPET) દ્વારા પ્લાસ્ટિક ઈજનેરીમાં તાલીમ આપવામાં આવે છે.

બજારની વર્તમાન માંગ મુજબ આ તમામ તાલીમ કેન્દ્રોમાં ૭૦ જેટલા જુદા-જુદા રોજગારલક્ષી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેમાં તાલીમાર્થીઓને વિનામૂલ્યે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમ પણ અપાય છે. તાલીમ પૂર્ણ થયા બાદ ઓછામાં ઓછા ૭૫ ટકા તાલીમાર્થીઓને રોજગારી અપાવવાની જવાબદારી જે-તે કેન્દ્ર દ્વારા નિભાવવામાં આવે છે.

*iACE બન્યું આદિજાતિ યુવાનો માટે કૌશલ્ય વિકાસનું શ્રેષ્ઠ કેન્દ્ર*

રાજ્યમાં કૌશલ્ય વિકાસ અભિયાનને વધુ વેગ આપતા ગાંધીનગરના ‘નોલેજ કોરિડોર’ ખાતે ૧૭ હજાર ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલ ‘ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ’ (iACE) આદિજાતિ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)ના ૫૦-૫૦ ટકા ઇક્વિટી હિસ્સા સાથેના આ સંયુક્ત સાહસમાં એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ITI સ્નાતક યુવાનોને ઉદ્યોગોની માંગ મુજબ ૮૦ ટકા પ્રેક્ટિકલ અને ૨૦ ટકા થિયરી આધારિત વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. ૩૦ થી ૩૫ નિષ્ણાત ટ્રેનર્સ ધરાવતા આ કેન્દ્રમાં હાલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img