Homeગુજરાતીગુજરાતવૈજ્ઞાનિક પ્રગતિ સાથે વૈદિક સંસ્કૃતિ અને સેવાભાવનો સમન્વય એ જ સાચો વિકાસ:...

વૈજ્ઞાનિક પ્રગતિ સાથે વૈદિક સંસ્કૃતિ અને સેવાભાવનો સમન્વય એ જ સાચો વિકાસ: રાજ્યપાલ

અમદાવાદ, 20 નવેમ્બર, 2026 : Sarvotkarsh: Development of All’ programme રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં જેબીએમ ગ્રુપ દ્વારા સીએસઆર સંમેલન ‘સર્વોત્કર્ષ: સૌનો વિકાસ’ કાર્યકમ યોજાયો હતો. આ તકે રાજ્યપાલના હસ્તે જેબીએમ ગ્રુપના નવા ઔદ્યોગિક પ્લાન્ટનું ઉદ્ઘાટન અને અન્ય એક પ્રકલ્પનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણામાં તો સૌ કોઈ પોતીકાપણું  જુએ છે, પરંતુ મહાન વ્યક્તિઓ તે છે જે અન્યોમાં પણ પોતીકાપણું જુએ છે. જેબીએમ ગ્રુપના ચેરમેન  એસ.કે. આર્ય અને તેમના પરિવારે પોતાના જન્મદિવસને ‘સમાજ સેવા દિવસ’ બનાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી થકી થયેલી ઔદ્યોગિક ક્રાંતિએ માનવ જીવનને સરળ બનાવ્યું છે અને કરોડો લોકોને રોજગારી આપી છે, પરંતુ જ્યારે આ આધુનિક વિકાસ સાથે ભારતીય વૈદિક મૂલ્યો, ઋષિ ચિંતન અને પરોપકારની ભાવના જોડાય છે ત્યારે જ સુખદ સમાજનું નિર્માણ થાય છે.  આર્ય પરિવાર વર્ષોથી મહર્ષિ દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજની વિચારધારા સાથે જોડાઈને વ્યસનમુક્ત જીવનશૈલી, ગૌસેવા, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં વૈદિક શિક્ષણ સંસ્થાઓનું સંચાલન, એક જ દિવસમાં અંદાજે ૭,૦૦૦ યુનિટ રક્તદાન તેમજ દીકરીઓના સ્વાસ્થ્ય અને દિવ્યાંગજનોની સહાય જેવા પ્રશંસનીય કાર્યો કરી રહ્યો છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના હસ્તે જેબીએમ ગ્રુપના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન થવું તે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં તેમજ ગુજરાતને ઓટોમોબાઈલ હબ બનાવવામાં જેબીએમ ગ્રુપનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ ગ્રુપના ચેરમેન  એસ.કે. આર્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની સેવાકીય પ્રણાલીને અનુસરીને જેબીએમ ગ્રુપ દ્વારા જન્મદિવસની ઉજવણી મોટી પાર્ટીઓને બદલે ગુજરાત અને દેશભરના પ્લાન્ટ્સ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, ‘અનાજ વિતરણ’ અને ‘કપડા વિતરણ’ જેવા સેવાયજ્ઞો થકી છેવાડાના માનવીની ચિંતા કરીને કરવામાં આવી રહી છે, જે અત્યંત પ્રશંસનીય છે.

આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના  પ્રાંત સંઘચાલક ડૉ. ભરત પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં  આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર દેશની જનગણના અંગે વિશેષ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જનગણનાના ફોર્મમાં વ્યક્તિ જે ભાષાઓ જાણતી હોય તેવી ત્રણ ભાષાઓ દર્શાવવાની હોય છે, જેમાં પ્રથમ પોતાની માતૃભાષા અને બીજી જે પ્રદેશમાં રહેતા હોઈએ તેની સ્થાનિક ભાષા લખવી જોઈએ. વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે સૌ સનાતનીઓ રોજિંદા જીવનમાં અને પૂજા-પાઠમાં સંસ્કૃત મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ, તેથી ત્રીજી ભાષા તરીકે કોઈપણ સંકોચ વિના ‘સંસ્કૃત’ ભાષાનો ઉલ્લેખ કરવા તેમણે ઉપસ્થિત સૌને આગ્રહપૂર્વક અપીલ કરી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img