Homeગુજરાતીગુજરાતમુખ્યમંત્રીએ ગુરૂ ગ્રંથ સાહિબ સમક્ષ શીશ ઝૂકાવી નાગરિકોની સુખ-સમૃદ્ધિ માટે અરદાસ કરી

મુખ્યમંત્રીએ ગુરૂ ગ્રંથ સાહિબ સમક્ષ શીશ ઝૂકાવી નાગરિકોની સુખ-સમૃદ્ધિ માટે અરદાસ કરી

ગાંધીનગર, 24 નવેમેબર, 2026 : CM worships Guru Granth Sahib મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક સંતશ્રી ગુરુ નાનક દેવજીની ૫૫૭મી જયંતિ ગુરુપુરબના પાવન અવસરે ગાંધીનગર જિલ્લાના પોર ગામે આવેલા ગુરુદ્વારા ખાતે ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારા ખાતે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું અને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા તેમજ રાજ્યના અવિરત વિકાસ માટે વિશેષ અરદાસ કરી હતી.

આ અવસરે ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મુખ્ય સેવક  ગુરુપ્રીતસિંહ ધિલ્લોન તથા  પરમજીતકૌર છાબડા દ્વારા મુખ્યમંત્રીને પરંપરાગત ખેસ- સરોપા, શાલ ઓઢાડી તેમજ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો ગુરુદ્વારા ખાતે આયોજિત લંગરમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કરી સેવાકાર્યમાં સહભાગી  થયા હતા.

આ દર્શન-પૂજન પ્રસંગે ગાંધીનગરના મેયર  રૂપસિંહજી ઠાકોર, ધારાસભ્ય  રીટાબેન પટેલ તથા  અલ્પેશ ઠાકોર, શહેર સંગઠન પ્રમુખ  આશિષ દવે સહિતના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શીખ સમુદાયના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img