HomeગુજરાતીગુજરાતIRIS નેશનલ ફેર 2026-27 : 22 રાજ્યોના 144 યુવા સંશોધકોએ 120 સંશોધન...

IRIS નેશનલ ફેર 2026-27 : 22 રાજ્યોના 144 યુવા સંશોધકોએ 120 સંશોધન પ્રોજેક્ટ રજુ કર્યા

અમદાવાદ, 24 નવેમેબર, 2026 :  IRIS National Fair 2026-27, EXSTEMPLAR એજ્યુકેશન લિંકર્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ દ્વારા સંચાલિત IRIS નેશનલ ફેર ૨૦૨૬-૨૭નું આયોજન ૨૨ થી ૨૪ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન વિજ્ઞાન ભવન, ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ ફેરનો સમાપન સમારોહ નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ભારતની ઉભરતી વૈજ્ઞાનિક પ્રતિભાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને તેમને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમાપન સમારોહમાં ઉપસ્થિત દેશભરના યુવા સંશોધકોને આવકારતા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનોના ‘સ્ક્રીન ટાઈમ’ને રચનાત્મક અને ઉપયોગી દિશામાં વાળવો એ સૌથી મોટો પડકાર છે, ત્યારે IRIS નેશનલ ફેર જેવા પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓએ જે આત્મવિશ્વાસ અને ઊંડાણપૂર્વકના સંશોધન સાથે પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે.

ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ભેદભાવ વગર તમામ વિદ્યાર્થીઓને મળી રહેલી તક અંગે આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આ ફેરમાં માત્ર મોટા શહેરો કે આંતરરાષ્ટ્રીય શાળાઓના જ નહીં, પરંતુ નાના ગામડાંઓમાંથી આવેલા અને મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ અદભુત સંશોધન કરનારા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં બાળકો દ્વારા આસપાસની સમસ્યાઓ ઓળખીને તેનો ઉકેલ લાવવાની પહેલ કરવી એ ‘નિષ્ક્રિય શિક્ષણ’માંથી ‘સક્રિય સમસ્યા નિવારણ’ તરફનું મહત્વપૂર્ણ કદમ છે. પોતાના વિદ્યાર્થીકાળના અનુભવો વાગોળતા તેમણે કહ્યું કે અગાઉના સમયમાં માત્ર પ્રમાણપત્રો મેળવવા કે નોકરી પૂરતું મર્યાદિત અભિગમ રહેતો, પરંતુ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં દેશમાં સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે નવા દ્વાર ખુલ્યા છે.

આ વર્ષની આવૃત્તિમાં ૨૨ STEM વિષય શ્રેણીઓમાં અંદાજે ૧૨૦૦ સંશોધન પ્રોજેક્ટ્સની અરજીઓ પ્રાપ્ત થઈ હતી. બહુ-સ્તરીય મૂલ્યાંકન અને પસંદગી પ્રક્રિયા બાદ, સમગ્ર ભારતના ૨૨ રાજ્યોમાંથી ૧૪૪ યુવા સંશોધકો દ્વારા રજૂ કરાયેલા ૧૨૦ ઉત્કૃષ્ટ સંશોધન પ્રોજેક્ટ્સની અમદાવાદ ખાતેના નેશનલ ફેરમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સમાં જીવવિજ્ઞાન (લાઇફ સાયન્સિસ), એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), પર્યાવરણ વિજ્ઞાન, ગણિત, રોબોટિક્સ અને નવી રજૂ કરાયેલી શ્રેણી ‘ટેકનોલોજી એન્હાન્સિસ ધ આર્ટ્સ’ (Technology Enhances the Arts) સહિત વિવિધ વૈજ્ઞાનિક શાખાઓનો સમાવેશ થાય છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img