
- ટેક્સટાઈલ ઉદ્યાગકારોએ વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યો,
- જીએસટીના ત્રણ સ્લેબને લીધે ટેક્સટાઈલ ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે,
- જીએસટીના દર ઘટશે તો વૈશ્વિક હરિફાઈનો ટેક્સટાઈલ ઉદ્યોગકારો સામનો કરી શકશે
સુરતઃ શહેરના હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ શહેરના અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હાલ ટેક્સટાઈલ ઉદ્યોગ પણ વૈશ્વિક હરિફાઈનો સામનો કરી રહ્યો છે. જેમાં અરેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે વધુ મુશ્કેલી ઊભી કરી છે. ત્યારે દિલ્હીમાં યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં જીએસટીમાં સુધારાની જાહેરાત કરતા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં રાહતની આશા જાગી છે. લાંબા સમયથી ટેક્સટાઈલ ઉદ્યોગકારો GSTના 5%, 12% અને 18%ના જુદા જુદા સ્લેબને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા હતા, અને એક સમાન સ્લેબ લાગુ કરવાની માગ કરી રહ્યા હતા. ઉદ્યોગકારોએ આ નિર્ણયને સહર્ષ વધાવી લીધો છે.
જીએસટીમાં એક જ સ્લેબથી ટેક્સટાઈલ ઉદ્યોગકારોને આશા છે કે તેનાથી વેપાર સરળ બનશે, ઉત્પાદન ખર્ચ ઘટશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા વધશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી અને ફેડરેશનના ચેરમેન અશોક જીરાવાલાએ આ નિર્ણયને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ટેરિફ વૉર’નો જડબાતોડ જવાબ ગણાવ્યો હતો. લાંબા સમયથી ટેક્સટાઈલ ઉદ્યોગ GSTના જુદા-જુદા સ્લેબને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. ઉદ્યોગકારોની માગ હતી કે 5%, 12% અને 18%ના જુદા-જુદા સ્લેબને બદલે એક સમાન સ્લેબ લાગુ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી હતી. આ જાહેરાતથી ઉદ્યોગકારોને આશા છે કે, આ સુધારાથી ટેક્સટાઈલ ઉદ્યોગને મોટી રાહત મળશે અને તે વધુ સ્પર્ધાત્મક બનશે.
ફેડરેશન ઓફ ટેક્સટાઈલ વિવર્સ એસોસિએશનએ આ નિર્ણયને આવકારતા કહ્યું, ‘ લાંબા સમયથી માગ હતી કે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે GST સ્લેબમાં ઘટાડો કરવામાં આવે. ચીન પછી સૌથી વધુ ઉત્પાદન અને કૃષિ બાદ સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ ટેક્સટાઈલ છે. આ ઉદ્યોગમાં હાલમાં 5%, 12% અને 18% જેવા જુદા-જુદા સ્લેબ છે. આ બધાને બદલે એક જ સ્લેબ લાગુ કરવામાં આવે, જેથી આમ નાગરિકને પણ ખરીદીમાં સરળતા રહેશે અને તેની ખરીદશક્તિ વધશે.’ ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી આવશે