1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ઘાટલોડિયામાં પૂર ઝડપે કાર ગેટ તોડી બંગલામાં ઘૂંસી, અન્ય વાહનોને નુકસાન
અમદાવાદના ઘાટલોડિયામાં પૂર ઝડપે કાર ગેટ તોડી બંગલામાં ઘૂંસી, અન્ય વાહનોને નુકસાન

અમદાવાદના ઘાટલોડિયામાં પૂર ઝડપે કાર ગેટ તોડી બંગલામાં ઘૂંસી, અન્ય વાહનોને નુકસાન

0
Social Share

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026:  શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કેકે નગર નજીક સિવિલ પાર્કમાં એક હોન્ડા સિટી કાર પૂર ઝડપે બંગલામાં ઘૂસી ગઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂર ઝડપે બંગલાનો ગેટ તોડીને અડધી અંદર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટુવ્હીલર અને બંગલાનો દરવાજો તૂટી ગયો હતો. આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અને એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત કારચાલકને હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઘાટલોડિયામાં કે.કે નગર રોડ પર એક હોન્ડા સિટી કાર પૂર ઝડપે આવી રહી હતી, ત્યારે કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરઝડપે રસ્તાની જમણી તરફ આવેલા સિવિલ પાર્કના બંગલામાં ઘૂસી ગઈ હતી. કારની સ્પીડ અને ટક્કર એટલી જોરદાર હતી કે ઘરની બહાર પડેલા એક્ટિવાનો બુકડો બોલાઈ ગયો હતો. જ્યારે બંગલાનો મુખ્ય દરવાજો પણ તૂટીને નીચે પડ્યો હતો. કારમાં ડ્રાઈવરની એરબેગ પણ ખુલી ગઈ હતી. ધડાકાભેર કાર અથડાવવાના અવાજથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ત્વરિત 108 એમ્બ્યુલન્સ અને પોલીને જાણ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં કારચાલકને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જાણ થતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code