1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો શુભારંભ
ગાંધીનગરમાં સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો શુભારંભ

ગાંધીનગરમાં સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો શુભારંભ

0
Social Share

ગાંધીનગર, 7 જાન્યુઆરી 2026Aadhaar Seva Kendra inaugurated at Sector-17 Post Office in Gandhinagar નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રો દ્વારા નાગરિકોને નવા આધાર નોંધણી તેમજ કોઈપણ પ્રકારના સુધારા અથવા વિસંગતતાની સ્થિતિમાં આધાર અપડેટ કરાવવામાં વિશેષ સુવિધા મળી રહી છે. આ ક્રમમાં, આધાર સેવાઓની સતત વધતી માંગ અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ગાંધીનગરમાં સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનું શુભારંભ 7 જાન્યુઆરી, 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ  કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું. સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી કાર્યરત આ બે નવા આધાર કાઉન્ટર સાથે હવે ગાંધીનગરમાં કુલ 38 પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો કાર્યરત થયા છે.

  • સેવા પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્કઃ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

 ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસમાં પણ લોકોને સમયબદ્ધ અને સરળ સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી બે આધાર કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ 257 પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો દ્વારા આધાર સેવાઓ ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (5–7 વર્ષ અને 15–17 વર્ષના વય જૂથ માટે) સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. જ્યારે નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઇલ નંબર જેવા ડેમોગ્રાફિક સુધારાઓ માટે ₹75 ફી નિર્ધારિત કરવામાં આવી છે. ફિંગરપ્રિન્ટ અને ફોટો અપડેટ જેવા બાયોમેટ્રિક સુધારાઓ માટે ₹125 ફી ચૂકવવાની રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ  કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હાલમાં આધાર તમામ નાગરિકો માટે અનિવાર્ય બની ગયુ છે. આવા સમયમાં નવા આધાર સેવા કેન્દ્રોની શરૂઆત કરવાની આ પહેલ નાગરિક-કેન્દ્રિત સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ જ ક્રમમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે પણ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ શાળાઓ પોતાની જરૂરિયાત મુજબ વિશેષ કેમ્પ યોજવા માટે પોસ્ટ વિભાગને વિનંતી પણ કરી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code