- ઉદેપુર હાઈવે પર 6 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત
- પથ્થર ભરેલી ટ્રકે 5 વાહનોને લીધા અડફેટે
- ભારેખમ પથ્થરોથી કારમાં બેઠેલા પ્રવાસીઓ દબાઈ ગયા
અમદાવાદઃ દેશભરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં ઉદેપુર નજીક 6 વાહનો વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા ઠાકોર સમાજના ભાભર તાલુકાના ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ટ્વીટ કરીને ઠાકોર સમાજના ત્રણ યુવાનોના મોત અંગે દુ:ખ કર્યું વ્યક્ત કર્યુ હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજસ્થાનના ઉદયપુર નજીક હાઈવે પર 6 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.પથ્થરો ભરીને જઈ રહેલા એક ટ્રકે કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવનાર ટ્રકે અન્ય એક ટ્રક સહિત કુલ 6 વાહનોને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રકમાં રહેલા મોટા પથ્થરો નીચેના અનેક વાહનો પર પડ્યા હતા. આ અકસ્માતમાં એક કારમાં સવાર એક મહિલા અને એક બાળક પથ્થરો નીચે દબાઈને ફસાયા હતા અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણ યુવાનો ભાભર તાલુકાના ઠાકોર સમાજના છે, જેમાં અરવિંદજી ઠાકોર (મેરા ગામ), વિક્રમજી ઠાકોર (અબાસણા ગામ) અને પ્રકાશજી ઠાકોર (ભીમબોરડી ગામ)નો સમાવેશ થાય છે. આ ત્રણ યુવાનો ઉપરાંત અકસ્માતમાં અન્ય કેટલાક લોકોના પણ મોત થયા હોવાના અહેવાલો છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ભાભરના ઠાકોર સમાજના ત્રણ યુવકોના મોતની ખબર મળતાં જ બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ટ્વીટ કરીને ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી. આ કરૂણ ઘટનાથી ભાભર તાલુકાના ઠાકોર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.


