1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMC હવે ચાંદખેડામાં સ્કૂલ બનાવવા માટેનો પ્લોટ વેચીને 18 કરોડની આવક મેળવશે
AMC હવે ચાંદખેડામાં સ્કૂલ બનાવવા માટેનો પ્લોટ વેચીને 18 કરોડની આવક મેળવશે

AMC હવે ચાંદખેડામાં સ્કૂલ બનાવવા માટેનો પ્લોટ વેચીને 18 કરોડની આવક મેળવશે

0
Social Share

અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2026AMC will sell the plot for a school in Chandkheda અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિકાસના ખર્ચને પહોંચી વળવા માટે સમયાંતરે પ્લોટ્સનું વેચાણ કરવામાં આવતું હોય છે. ત્યારે શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં સ્કૂલ હેતુના પ્લોટનું પણ વેચાણ કરવા માટેનો નિર્ણય  સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. પ્લેગ્રાઉન્ડ અને સ્કૂલના હેતુ માટેના પ્લોટ પ્રતિ ચોરસ મીટરની કિંમત કરતાં 50 ટકા ભાવે આપવામાં આવે છે. પ્લોટના વેચાણથી 18 કરોડથી વધુની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમ અંતર્ગત મળવા પાત્ર વિવિધ હેતુના પ્લોટના વેચાણ કરી આવક ઊભી કરવામાં આવે છે ત્યારે હવે સ્કૂલ હેતુના પ્લોટનું પણ વેચાણ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્લેગ્રાઉન્ડ અને સ્કૂલના હેતુ માટેના પ્લોટ પ્રતિ ચોરસ મીટરની કિંમત કરતાં 50 ટકા ભાવે આપવામાં આવે છે. પ્લોટના વેચાણથી 18 કરોડથી વધુની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે. આ અંગે મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં માળખાકીય સુવિધા પૂરી પાડવા માટે મ્યુનિ.ને જુદા-જુદા હેતુનાં રિઝર્વ પ્લોટ પ્રાપ્ત થાય છે. જેમાં સેલ ફોર રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને સ્કૂલનાં હેતુ ધરાવતાં પ્લોટનો સમાવેશ થાય છે. આ પ્લોટની તળીયાની કિંમત નક્કી થાય ત્યારબાદ તેની હરાજી યોજવામાં આવે છે અને તેમાંથી મળતી આવક માળખાકીય સુવિધા તેમજ વિકાસકાર્યો પાછળ ખર્ચવામાં આવતી હોય છે.

તેમણે કહ્યું કે, તાજેતરમાં વિવિધ હેતુવાળા 14 પ્લોટનુ વેલ્યુએશન કરવા માટે ઔડાને દરખાસ્ત પાઠવવામાં આવી હતી. તેમાંથી સ્કૂલનાં હેતુવાળા 3 પ્લોટનાં વેલ્યુએશન માટે દરખાસ્ત કરવામાં આવી હતી, તૈ પૈકી ચાંદખેડા ટીપી સ્કીમ 22નાં ફાઇનલ પ્લોટની તળીયાની કિંમત 1.70 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી થઇ હતી, પરંતુ સ્કૂલનાં હેતુ માટે તળીયાની કિંમતનાં 50 ટકાનાં ભાવે પ્લોટ વેચાણ આપવાનો હોય છે. તે મુજબ ચાંદખેડાના પ્લોટની તળીયાની કિંમત 85 હજાર નક્કી કરવામાં આવી છે.

સ્કૂલ અને પ્લેગ્રાઉન્ડનાં હેતુ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે, આગામી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજન તેમજ દરેક વોર્ડમાં પ્લે ગ્રાઉન્ડની સુવિધા પૂરી પાડવાનાં નિર્ણયનાં ભાગરૂપે 4408 ચોરસ મીટરનાં પ્લોટનાં બે ભાગ પાડીને એક ભાગમાં પ્લે ગ્રાઉન્ડ અને બીજા ભાગમાં સ્કૂલના હેતુ માટેનો પ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. તેમાં રોડ સાઇડનાં પ્લોટને પ્લે ગ્રાઉન્ડ માટે સૂચિત કરવામાં આવ્યો છે, જેનો જાહેર જનતા ઉપયોગ કરી શકશે. તદઉપરાંત સ્કૂલ માટેનાં પ્લોટમાં આવવા જવાનો રસ્તો પણ રાખવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code